પાટણ: સિદ્ધપુર નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં 20 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું, પરિવાર પર દુઃખનું આભફાટ્યું

સિદ્ધપુર નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

પોલીસે ઘટનાની જાણ પરિવારને કરવામાં આવતા પરિવાર પર દુખનું આભ તૂટી પડ્યું હતું, તુરંત પરિવાર સિદ્ધપુર આવવા રવાના થઈ ગયો

 • Share this:
  અશરફ ખાન, પાટણ : કોરોનાકાળ બાદ રાજ્યમાં આપઘાતની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રેમ પ્રકરણના મામલામાં પણ પ્રેમી જોડાના આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ બધા વચ્ચે આજે સિદ્ધપુરની નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં એક 20 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજની એક વિદ્યાર્થીનીએ કોલેજની હોસ્ટેલમાં જ કોઈ અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ છે. આ બનાવની જાણ હોસ્ટેલ અને કોલેજના સંચાલકોને થતા પોલિસ બોલાવી હતી, હાલમાં સિદ્ધપુર પોલીસે સ્થળ પર જઈ મૃદેહ નીચે ઉતારી વધુ તપાસ હાથ ધરી છે.

  આ પણ વાંચોCrime: લગ્ન પહેલા જ બહેને કહ્યું, 'છોકરો કાળો છે, લગ્ન નથી કરવા', ભાઈએ કુલ્હીથી બહેનને મોતને ઘાટ ઉતારી દીધી

  વિગતે ઘટનાની વાત કરીએ તો, આત્મહત્યા કરનાર વિદ્યાર્થીની મૂળ કાંકરેજ તાલુકાના રાણાવડા ગામની રહેવાસી હતી, તે સિદ્ધપુર નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણે હોસ્ટેલના રૂમ નં 101માં પંખા પર દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્માહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ અન્ય વિદ્યાર્થીનીને થતા, તેમણે તુરંત હોસ્ટેલ સંચાલકને જાણ કરી હતી, હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થીનાં આત્મહત્યાના બનાવથી કોલેજ અને હોસ્ટેલ સંચાલકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, સાથે પોલીસને પણ ઘટનાની જાણ કરી હતી.

  આ પણ વાંચોબોટાદ : જમીનના ડખામાં બે જૂથ વચ્ચે ધીંગાણાનો Video વાયરલ, 2ને ગંભીર ઈજા, 25 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

  સિદ્ધપુર પોલીસ માહિતી મળતા જ તુરંત ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, અને યુવતીના મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે મોકલવામાં આવી છે. પોલીસે ઘટનાની જાણ પરિવારને કરવામાં આવતા પરિવાર પર દુખનું આભ તૂટી પડ્યું હતું, તુરંત પરિવાર સિદ્ધપુર આવવા રવાના થઈ ગયો હતો. 20 વર્ષીય વિદ્યાર્થીની પ્રીતિ રાવલે કેમ આત્મહત્યા જેવું પગલું ભર્યું, તે મામલે હજુ ચોક્કસ માહિતી મળી નથી. પોલીસે આ મામલે આપગાતથી મોતનો ગુનો નોંધી. યુવતીએ કેમ અને કયા કારણોસર આપઘાત કર્યો? તે જાણવા માટે હોસ્ટેલ સંચાલક, સહિત અન્ય વિદ્યાર્થીની પુછપરછ હાથ ધરશે. આ મામલે પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા.
  Published by:kiran mehta
  First published: