પાટણઃપાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા મહિલા પીએસઆઇ નિકિતા દોડિયા બુધવારે બપોર ના સમયે કોઈ કારણો સર પોલીસ મથકમા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મકવાણા નિરૂપાને પોતની ચેમ્બર મા બોલાવ્યા હતા અને મારા વિશે ખરાબ વાતો ફેલાવે છે તેવા આક્ષેપો કરી માર મારવા લાગ્યા હતા.
અને કોન્સ્ટેબલને ચેમ્બરમા ગડદા પાટુનો માર મારતા કોન્સ્ટેબલને શરીરના ભાગે નાની મોટી ઇજાઓ પહોચતા સ્ટાફ અન્ય પોલીસ કર્મીઓ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પીએસ આઇ સામે પોલીસ ફરિયાદ નોંધી સસ્પેન્ડ કરવાની માગ ઉચ્ચારી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર