Home /News /north-gujarat /Patan: પાટણમાં રૂ.6 કરોડનું અચરજભર્યું કૌભાંડ, માત્ર કાગળ ઉપર જ મકાનોની સ્કીમ ઊભી કરી નાંખી
Patan: પાટણમાં રૂ.6 કરોડનું અચરજભર્યું કૌભાંડ, માત્ર કાગળ ઉપર જ મકાનોની સ્કીમ ઊભી કરી નાંખી
હોમ લોન દર (પ્રતીકાત્મક તસવીર)
Patan News: માત્ર કાગળ ઉપર જ 32 જેટલા મકાનોની સ્કીમ બનાવીને ઇન્ડિયા હોમ લોન લિમીટેડ (India Home Loan Ltd.) સાથે રૂ.6 કરોડની ઠગાઇ (Home loan Scam)ના કેસમાં ચોંકવાના ખુલાસાઓ થયા છે. ઉત્તર ગુજરાતના પાટણ (Patan) શહેરમાં વૃંદાવન રેસિડેન્સી નામની સ્કીમ માત્ર કાગળ ઉપર જ તૈયાર કરી દેવામાં આવી હતી
માત્ર કાગળ ઉપર જ 32 જેટલા મકાનોની સ્કીમ બનાવીને ઇન્ડિયા હોમ લોન લિમીટેડ (India Home Loan Ltd.) સાથે રૂ.6 કરોડની ઠગાઇ (Home loan Scam)ના કેસમાં ચોંકવાના ખુલાસાઓ થયા છે. ઉત્તર ગુજરાતના પાટણ (Patan) શહેરમાં વૃંદાવન રેસિડેન્સી નામની સ્કીમ માત્ર કાગળ ઉપર જ તૈયાર કરી દેવામાં આવી હતી અને આ માટે કરોડો રૂપિયાની લોન લઇ કૌભાંડ (Loan Sam) આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર પરબત રબારી (Parabat Rabari) ઉપરાંત હાઉસિંગ ફાઇનાન્સ કૌર્પોરેશનના જનરલ મેનેજર ઋષભ યાજ્ઞિક સહિત ચાર લોકોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
બનાવટી હાઉસિંગ સ્કીમ ઉભી કરી ઇન્ડિયા હોમ લોન લિમીટેડ કંપનીમાંથી બોગસ હાઉસિંગ સ્કીમ ઊભી કરી પ્લોટધારકોના નામે કરોડો રૂપિયાની લોન લઇ ભરપાઈના કરનાર 8 લોકો વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામા ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાંથી 4ની ધરપકડ કરી અન્ય ફરાર 4ની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ઇન્ડિયા હોમ લોન લિમીટેડ નામની કંપની સાથે બનાવટી સ્કીમ મૂકી 32 પ્લોટધારકોના નામે રૂ.6 કરોડની લોન મેળવી ઠગાઈ કરવામાં આવી હતી. આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે દિલીપ શાહ, કલ્પેશ પ્રજાપતિ, પરબત રબારી અને ઇન્ડિયા હોમ લોન કંપનીના તત્કાલિન મેનેજર ઋષભ યાજ્ઞિકની ધરપકડ કરી છે.
આ ગુનાના મુખ્ય આરોપી પરબત રબારીએ બનાસકાંઠાના ભાભરમાં પ્લોટની સ્કીમો મૂકી ઓછી કિંમતે મકાન બનાવની લાલચ આપી 32 લોકોના બનાવટી ડોક્યુમેન્ટના આધારે કરોડો રૂપિયાની લોન મેળવી છેતરપિંડી આચરી હતી. બિલ્ડર પરબત રબારીની સાથે ઇન્ડિયા હોમ લોનના તત્કાલિન મેનેજર ઋષભ યાજ્ઞિક અને વેલ્યુયર કલ્પેશ પ્રજાપતિએ દલાલ દિલીપ શાહની મદદથી 32 લોકોના બનાવટી દસ્તાવેજ અને પ્લોટના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી જમીનની ખોટી વેલ્યુ બતાવી લોન મેળવી હતી, જે લોનના 6 કરોડ 18 લાખ ભરપાઈ કરવાના બાકી હોવાની તપાસ કરતા આ છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.
જોકે, કેસમાં ઝડપાયેલા આરોપી ઋષભ યાજ્ઞિક અને કલ્પેશ પ્રજાપતિને કેટલા ટકા કમિશન મળ્યું અને ગુનામાં કેવી રીતે સંડોવાયા તે અંગે ક્રાઇમ બ્રાન્ચ તાપસ કરી રહી છે. બેન્ક સાથે કરોડોની ઠગાઈના ગુનામાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ બનાવટી દસ્તાવેજો કોની મદદથી તૈયાર કરવામાં આવ્યા અને અન્ય ફરાર 4 આરોપીના બેન્ક એકાઉન્ટમાં જમા થયેલ લોનના રૂપિયા કયા અને કોને વાપર્યા તે અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.
32 લોકોની સહી ભેંસ ખરીદવા કે મકાન બનાવવા માટે લીધી
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, પાટણ અને ભાભર વિસ્તારના ગામડાઓમાં 32 લોકો પાસેથી સહીઓ લેવામાં આવી હતી. આ સહીઓ લેતા પહેલા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, કોઇને ભેંસ મળશે અથવા કોઇને મકાન આપીશું અને પછી તમારે હપ્તા ભરવાના રહેશે. આ લોકોના નામે મંજૂર થયેલી રકમ મુખ્ય આરોપી પરબત રબારીના એકાઉન્ટમાં જમા થઇ હતી. ફોર્ચ્યુન ડેવલોપર્સ નામની કંપનીમાં સગાઓને ભાગીદાર બનાવીને આખા કૌભાંડનો કારસો ઘડાયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર