પાટણ: પુત્રએ માતા પર ગુજાર્યો બળાત્કાર, સંબંધો પર લાગ્યું લાંછન

News18 Gujarati
Updated: April 21, 2018, 4:14 PM IST
પાટણ: પુત્રએ માતા પર ગુજાર્યો બળાત્કાર, સંબંધો પર લાગ્યું લાંછન

  • Share this:
પાટણ:  ખરેખર હવે બહુ થયું, દેશનું દુર્ભાગ્ય છે કે દેશમાં માત્ર એક આસિફા નથી પરંતુ ઘણી બધી આસિફા છે. આસિફા સિવાય પણ એવી કેટલીક માતા-બહેન છે કે જે બળાત્કારનો ભોગ બને છે. ઘણી વખત તો સંબંધો પર લાંછન લાગે તેવી ઘટનાઓ સામે આવે છે. પિતા દ્વારા પુત્રી પર બળાત્કાર, કાકા દ્વારા ભત્રીજી પર બળાત્કાર જેવી અનેક ઘટનાઓ રોજબરોજ સામે આવી રહી છે. ત્યારે પાટણમાં સંબંધોને લાંચન લગાવતી વધુ એક ઘટના સામે આવી છે. અહિં સગા પુત્રએ જ માતા પર બળાત્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

ઘટના પાટણના જળચોક વાડીયાવાસ વિસ્તારમાં બની છે. કે જ્યાં 22 વર્ષીય સગા પુત્રએ માતા સાથે બળાકત્કાર કર્યો છે. અને માતા-પુત્રના પવિત્ર સંબંધને શર્મશાર કર્યો છે. જેને લઈને આસપાસના લોકોમાં પણ ખળભળાટ મચી ગયો છે. માનસીક વિકૃત મગજના યુવાને મધ્ય રાત્રે માતા જ્યારે નિદ્રામાં હતી તે દરમિયાન તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે સમગ્ર મામલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. જેથી પોલીસે માતા અને પુત્રના મેડીકલ ચેકઅપની તજવીજ હાથ ધરી હતી. આ યુવાન ગામની મોબાઈલની દુકાનમાં નોકરી કરતો હતો. જો કે આ મામલે ગામ લોકો કશું જ બોલવા માટે તૈયાર નથી.

આમ રાજ્યમાં દિવસેને દિવસે બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. દિવસ ઉગે અને એક બળાત્કારની ઘટના સામે આવે છે. ત્યારે આવા દોષિતોને એવી સજા થવી જોઈએ કે બીજા પણ આવા અડપલા કરતા પહેલા 1000 વખત વિચારે.
First published: April 21, 2018
વધુ વાંચો
अगली ख़बर