અમદાવાદ #રાજ્યસભાના સાંસદ પ્રવિણ રાષ્ટ્રપાલના આકસ્મિક નિધનથી ખાલી પડેલી બેઠક માટે ઉપ ચૂંટણી યોજાશે. આ અંગે વિગતે 24મીએ જાહેરાત કરાશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રવિણ રાષ્ટ્રપાલનું હ્રદયરોગના હુમલાને લીધે તાજેતરમાં નવી દિલ્હી ખાતે નિધન થયું હતું. રાજ્યસભામાં ખાલી પડેલી આ જગ્યા માટે આગામી 11મી જુને ચૂંટણી યોજાશે. આ અંગે 24મી મેના રોજ વિગતે જાહેરાત કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર