પાટણ: રાધનપુર શહેર ભાજપ પ્રમુખે માતાને ઘરમાંથી કાઢી મૂક્યા, છેતરપિંડી કરી મિલકત પચાવી પાડી

કલ્પેશ ઠક્કર

Radhanpur city BJP president: પીડિત મહિલાએ સિદ્ધપુર પ્રાંત અધિકારીને લેખિતમાં રજુઆત કરીને દીકરા પાસેથી ભરણપોષણની માંગ કરે છે.

 • Share this:
  પાટણ: સપુત કપૂત બન્યો હોય તેનો બનાવ પાટરણના રાધનપુર શહેર (Radhanpur City)માં બન્યો છે. રાધનપુર શહેર ભાજપ પ્રમુખ કલ્પેશ ઠક્કર (Kalpesh Thakkar) પર આક્ષેપ છે કે તેમણે પોતાના માતા (Mother)ને ઘરમાંથી કાઢી મૂક્યા છે. એવો પણ આક્ષેપ થયો છે કે પિતાના મોત બાદ કલ્પેશ ઠક્કરે માતાની સહી કરાવીની તમામ મિલકતો પોતાના નામે કરાવી લીધી હતી. જે બાદમાં માતાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. હાલ તેમના માતા તેમની દીકરી સાથે રહેવા માટે મજબૂર બન્યા છે. આથી પીડિત માતાએ દીકરા પાસેથી ભરણપોષણની માંગણી કરી છે.

  ભરણપોષણની માંગ

  મળતી માહિતી પ્રમાણે પીડિત માતાએ સિદ્ધપુર પ્રાંત અધિકારીને લેખિતમાં રજુઆત કરીને દીકરા પાસેથી ભરણપોષણની માંગ કરે છે. સાથે જ તેમણે અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે રાધનપુર ભાજપ શહેર પ્રમુખ એટલે કે તેનો દીકરો તેમને માનસિક ત્રાસ આપે છે. ઠક્કર પ્રેમીલા બેન પર તેનો જ દીકરો ત્રાસ ગુજારતો હતો. ઉદ્યોગપતિ તેમજ શહેર પ્રમુખ રહેલા એવા કલ્પેશ ઠક્કરે ખુદ પોતાની જનેતાને તરછોડી દેતા અનેક સવાલો ઊભા થયા છે. એવી પણ વિગતો મળે છે કે કલ્પેશ ઠક્કરે પોતાની માતાની તમામ મિલકતો પોતાની દીકરીના નામે કરી દીધી છે.

  આ પણ વાંચો: રાજકોટ: જાણીતા વકીલનું ફેસબુક Live દરમિયાન નિધન, ગીતો સાંભળતા સાંભળતા હાર્ટ એટેક આવી ગયો

  પુત્રએ તરછોડી દેતા પ્રેમીલાબેન હાલ સિદ્ધપુર ખાતે પોતાની દીકરીના ઘરે રહેવા માટે મજબૂર બન્યા છે. ઉલ્લેખનીય છે કે કલ્પેશ ઠક્કરના પિતા સ્વ. દેવચંદભાઈ ઠક્કર જાણીતા ઉદ્યોગપતિ હતા. તેઓ અંબા ઇન્ડિસ્ટ્રીઝ ચલાવતા હતા. હાલ તેમનો દીકરો પણ ઉદ્યોગપતિ છે. પ્રેમીલાબેનનો આક્ષેપ છે કે તેમના પતિના નિધન બાદ તેમના પુત્રએ તેમની તમામ મિલકત બળજબરીથી પચાવી પાડી છે. જે બાદમાં તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.

  આ પણ વાંચો: સહકારમાં ચાલશે "શાહ"નીતિ: જાણો અમિત શાહને સહકાર મંત્રાલય સોંપવા પાછળના કારણ 
  આ મામલે પીડિત મહિલાના દીકરી ભાવનાબેને જણાવ્યું હતું કે, "મારો ભાઈ રાધનપુર શહેર ભાજપનો પ્રમુખ છે. તેમણે મારી માતાને માનસિક ત્રાસ આપીને કાઢી મૂક્યા છે. તેમણે છેતરપિંડી કરીને મારી માતાની જમીન પચાવી પાડી છે. અડધી મિલકત વેચી નાખી છે તેમજ અડથી તેની દીકરીના નામે કરી દીધી છે. મકાન ખાલી કરાવવા માટે અમે પોલીસમાં અરજી કરી છે પરંતુ સફળતા મળી નથી. ભરણપોષણ માટે પણ અમે અરજી કરી છે પરંતુ તેમાં પણ કોઈ સફળતા મળી નથી."

  Published by:Vinod Zankhaliya
  First published: