યશવંત પટેલ, પાટણ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરનો વિરોધ થઇ રહ્યો છે. ઠાકોર સેનાના કાર્યકરોમાં અલ્પેશ ઠાકોર સામે રોષ જોવા મળી રહ્યો છે. ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાયો છે.
તેમનો આક્ષેપ છે કે, અલ્પેશ ઠાકોર સમાજને હાથો બનાવી સમાજમાં ભાગલા પડાવે છે. ઉપરાંત અલ્પેશ ઠાકોર દ્વારા સભ્ય ફીના નામે ઉઘરાવેલા 100 રૂપિયાનો આજ દિન સુધી કોઇ હિસાબ નથી અપાયો. લાખો રૂપિયા ચાઉં કરી ગયા હોવાનો સેનાની એકતા સમિતિએ આક્ષેપ કર્યો છે.
સાથે જ અલ્પેશ ઠાકોરનું ધરાસભ્યપદ છીનવવા કોંગ્રેસે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. 7 જેટલા વકીલોની ટીમ દ્વારા આ ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. મજબૂત કાયદાકીય લડત માટે તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ડ્રાફ્ટને મંજૂરી મળતા કોંગ્રેસ કાર્યવાહી શરૂ કરશે. અલ્પેશ ઠાકોરનું ધરાસભ્યપદ છીનવવા કોંગ્રેસ સોમવારે મેદાને ઉતરશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર