PM મોદીએ મારા વખાણ કર્યા તે તેમની મોટાઇ: પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ

News18 Gujarati
Updated: April 21, 2019, 4:34 PM IST
PM મોદીએ મારા વખાણ કર્યા તે તેમની મોટાઇ: પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ
પીએમ મોદીએ મંચ પરથી જયનારાયણ વ્યાસના વખાણ કર્યા હતા

પીએમ મોદીએ મંચ પરથી જયનારાયણ વ્યાસના વખાણ કર્યા હતા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાટણમાં જાહેર સભા સંબોધી હતી. આ સભામાં તેમણે પાકિસ્તાન, આતંકવાદ અને કોંગ્રેસ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. પરંતુ સાથે સાથે તેમણે મંચ પરથી ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસને પણ યાદ કર્યા હતા. પીએમ મોદીએ મંચ પરથી જયનારાયણ વ્યાસના વખાણ કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું હતું કે, હું સંઘનું કામ કરતો હતો, ત્યારે તેમના ઘરે ગયો હતો. એ સમયે જયનારાયણભાઇ મોટા સાહેબ હતા. સરકારમાં મોટા બાપુ હતા. તેમના ઘરની બહાર લાલ લાઇટવાળી ગાડીઓ ઊભી હોય. એ દિવસે મેં તેમને પહેલીવાર સાંભળેલા કે, આ અર્થકારણ શું કહેવાય, ઇનવેસ્ટમેન્ટ શું કહેવાય?

પીએમ મોદીએ કરેલા વખાણ અંગે જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, જ્યારે માણસ મોટો બને ત્યારે તેમનામાં સહાજીક નમ્રતા આવતી હોય છે. નરેન્દ્રભાઇએ મારો ઇલ્લેખ કર્યો એનો મને આનંદ છે. એ તેમની મોટાઇ છે. હું એને ખૂબ જ નમ્રતાપૂર્વક સ્વીકારું છું.

આ પણ વાંચો: પીએમ મોદીએ કહ્યું, 'ખુરશીની પરવાહ નથી, હું રહીશ અથવા આતંકવાદ રહેશે'

સાથે જ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમની સાથે કામ કરવાના અનુભવો વિશે વાત કરતાં જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, તેમની સાથે કામ કર્યું છે. તેમની સાથે પાંચ વર્ષ આરોગ્ય ક્ષેત્રે કામ કર્યું હતું. પરંતુ ક્યારેય સાથે કામ કરવા દરમિયાન દિલચોરીને સલાહ નથી આપી. જે લાગ્યું તે કહ્યું. મને લાગે છે કે તે નરેન્દ્રભાઇને ગમે છે.
First published: April 21, 2019
વધુ વાંચો
अगली ख़बर