Home /News /north-gujarat /Banas River: બનાસ નદીમાં પાણી આવતા 10 થી 12 જેટલા ગામોના લોકો મોટી મુશ્કેલીમાં મૂકાયા

Banas River: બનાસ નદીમાં પાણી આવતા 10 થી 12 જેટલા ગામોના લોકો મોટી મુશ્કેલીમાં મૂકાયા

લોકોને જીવન જરૂરી ચીઝ વસ્તુ મેળવવા માટે પણ જીવનું જોખમ ઉઠાવવું પડી રહ્યું છે.

ઉત્તર ગુજરાત મા હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે પાટણ બનાસકાંઠામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર તાલુકાના અબીયાણા ગામ નજીક ઉપર વાસના 10 થી 12 ગામ ને જોડતો બ્રિજ છેલ્લા ઘણા સમયથી અધૂરો રહેવા પામ્યો છે

વધુ જુઓ ...
    અસરફખાન, પાટણ: સાંતલપુર તાલુકાના અબીયાણા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી (Banas River) માં ભારે વરસાદ (Rainfall in Banaskantha)ના કારણે અસર થઈ છે. પાટણ (Patan) સહિત ઉપરવાસમાં ભારે વરસાદ (Monsoon 2022)ને લઈ પાણીનો પ્રવાહ વધતા નદી પટના 10 થી 12 જેટલાં ગામોને જોડતા માર્ગ પર વહેણના પાણી ફરી વળ્યા છે. જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સાથે જીવન જરૂરી ચીઝ વસ્તુ મેળવવા માટે પણ જીવનું જોખમ ઉઠાવવું પડી રહ્યું છે. ત્યારે આ ગામના લોકોને અવરજવર માટે અધૂરા બ્રિજની બાજુમાં કાચો સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે હાલમાં અધૂરા બ્રિજ નીચેના બનાસ નદીમાં ઉપરવાસના ભારે વરસાદના પાણી છોડવામાં આવતા કાચો રોડ ધસમસતા પાણીના પ્રવાહમાં ગરકાવ થઇ જતા તંત્ર દ્વારા માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરાયું છે.

    સાંતલપુર તાલુકાના અબીયાણા ગામ નજીકથી પસાર થતી બનાસ નદીમાં પાટણ સહિત ઉપરવાશમાં ભારે વરસાદને લઈ પાણીનો પ્રવાહ વધતા નદીપટ પટના ઉપરવાસના 10 થી 12 જેટલાં ગામોને જોડતા માર્ગ પર વહેણના પાણી ફરી વળતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે સાથે જીવન જરૂરી ચીઝ વસ્તુ મેળવવા માટે પણ જીવ નું જોખમ ઉઠાવવું પડી રહ્યું છે.



    ઉત્તર ગુજરાત મા હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે પાટણ બનાસકાંઠામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર તાલુકાના અબીયાણા ગામ નજીક ઉપર વાસના 10 થી 12 ગામ ને જોડતો બ્રિજ છેલ્લા ઘણા સમયથી અધૂરો રહેવા પામ્યો છે ત્યારે આ ગામના લોકોને અવર જવર માટે અધૂરા બ્રિજની બાજુમાં કાચો સર્વિસ રોડ બનાવવા મા આવ્યો છે ત્યારે હાલમાં અધૂરા બ્રિજ નીચેના બનાસ નદીમાં ઉપરવાસના ભારે વરસાદના પાણી છોડવામાં આવતા કાચો રોડ ધસ મસતા પાણીના પ્રવાહમાં ગરકાવ થઇ ગયો છે. તંત્ર દ્વારા માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે.

    આ પણ વાંચો- વીજળીનું બિલ થઇ જશે અડધું! બસ 850 રૂપિયાના આ ડિવાઇસને કરો ACમાં ફિટ

    જોકે ઉપર વાસના લોકો જીવન જરૂરી ચીજ વસ્તુ મેળવવા જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થવા મજબુર બન્યા છે. જો પાણીના પ્રવાહમાં વધારો થાય તો આ કાચો માર્ગ પણ અવર જવર માટે બંધ થઇ જાય તેવી શક્યતા સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે. જો વધુ પાણી આવે તો રસ્તો બંધ થાય તો જીવન જરૂરિયાત ચીજ વાસ્તુઓ અને આરોગ્ય લક્ષી સેવાઓ પણ મળવી મુશ્કેલ બને તેમ છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ તકલીફ નો સામનો કરી રહ્યા છે તો આ અધૂરા બ્રિજ ની કામગીરી ક્યારે પૂર્ણ થાય છે અને ક્યારે ગ્રામજનો ને પાકો રોડ મળી રહે છે તે એક પ્રશ્ન છે હાલ તો ધસમસતા પાણીના પ્રવાહમાં લોકો જીવ જોખમમાં મૂકી રસ્તો પાર કરી રહ્યા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Banaskatha News, Gujarat monsoon 2022, પાટણ, બનાસકાંઠા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन