ઉપવાસ અંગે લલિત વસોયાનું મોટું નિવેદન, 'હું વ્યક્તિગત રીતે હાર્દિકથી નારાજ'

ઉપવાસ અંગે લલિત વસોયાનું મોટું નિવેદન, 'હું વ્યક્તિગત રીતે હાર્દિકથી નારાજ'
લલિત વસોયા (ફાઇલ તસવીર)

"હું સ્પષ્ટ કહું છું કે અમે હાર્દિકના નિર્ણયથી નારાજ છીએ. નફ્ફટ સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું ન હોય. હાર્દિક માનતો નથી. હું વ્યક્તિગત રીતે તેનાથી નારાજ છું."

 • Share this:
  પાટણઃ હાર્દિકના સારા સ્વાસ્થ્ય માટે આજે પાટણથી ઉંઝા સુધીની સદભાવના રથયાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રા પગપાળા પાટણથી ઉંઝા પહોંચશે. સવારથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. ઠેરઠેર આ યાત્રાનું પાટીદારો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ફક્ત પાટીદારો જ નહીં પરંતુ અન્ય જ્ઞાતિના લોકો પણ ઠેરઠેર યાત્રાનું સ્વાગત કરી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ યાત્રામાં કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો પણ જોડાયા છે. કિરીટ પટેલ, લલિત વસોયા, ચંદનજી ઠાકોર, આશા પટેલ સહિતના ધારાસભ્યોએ યાત્રામાં હાજર રહ્યા છે. યાત્રા દરમિયાન તમામ લોકો હાર્દિક પારણા કરી લે તેવી માગણી કરી રહ્યા છે. યાત્રામાં જોડાયેલા લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું છે કે તેઓ હાર્દિકના ઉપવાસ ચાલુ રાખવાના નિર્ણયથી વ્યક્તિગત રીતે નારાજ છે.

  વિનાસ કાળે વિપરિત બુદ્ધિઃ વસોયા  આ યાત્રામાં હાજર રહેલા ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ પાસના પૂર્વ કન્વીનર લલિત વસોયાએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, "હાર્દિકના ઉપવાસથી હું વ્યક્તિગત રીતે તેનાથી નારાજ છું. હાર્દિકે બને એટલે ઝડપથી પારણાં કરી લેવા જોઈએ."

  યાત્રા અંગે વસોયાએ જણાવ્યું કે, "પાટણથી નીકળેલી યાત્રામાં 10 હજારથી વધારે લોકો જોડોયા છે. યાત્રા ઉંઝા પહોંચશે ત્યાં સુધીમાં 25 હજારથી વધારે લોકો જોડાશે. સરકારને એક સંદેશ આપવા માટે આ યાત્રા કાઢવામાં આવી છે. હજુ પણ સમય છે, સરકાર હાર્દિક સાથે વાતચીત કં મંત્રણા કરે. આ સરકાર વિનાસ તરફ આગળ વધી રહી છે. આમ પણ વિનાસ કાળે વિપરિત બુદ્ધિ હોય છે."

  હું વ્યક્તિગત રીતે હાર્દિકથી નારાજઃ લલિત વસોયા

  હાર્દિકના ઉપવાસ ચાલુ રાખવાના નિર્ણય અંગે વસોયાએ જણાવ્યું કે, "હું સ્પષ્ટ કહું છું કે અમે હાર્દિકના નિર્ણયથી નારાજ છીએ. નફ્ફટ સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું ન હોય. હાર્દિક માનતો નથી. હું વ્યક્તિગત રીતે તેનાથી નારાજ છું. હું જ નહીં સમાજના તમામ લોકો માને છે કે હાર્દિક જીવશે તો લડશે, લડશે તો જીતશે. હાર્દિકના જીવન લોકોને જરૂર છે. હું ખુલ્લેઆમ કહું છું કે હાર્દિક પારણા કરી લે, અમે તારાથી નારાજ છીએ."

  આ સાચી સદભાવના યાત્રાઃ કિરીટ પટેલ

  આ પ્રસંગે હાજર રહેલા પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, "આ સાચી સદભાવના યાત્રા છે. મોદીએ જે સદભાવના ઉપવાસ કર્યા હતા તેમાં ભાડુઆતી માણસો લાવવામં આવતા હતા. અમારી યાત્રામાં સ્વયંભુ તમામ જ્ઞાતિના લોકો ઉમટી પડ્યા છે. સરકારે તેમની માનસિકતા બદલવાની જરૂર છે. જો સરકાર માનસે નહીં તો દરેક જિલ્લામાં આવી સદભાવના યાત્રા કાઢવામાં આવશે."
  First published:September 09, 2018, 10:08 am

  टॉप स्टोरीज