પાટણના નવા ધારાસભ્ય વિવાદમાં ફસાયા, માલધારી સમાજ રોષે ભરાયો

કીરીટ પટેલે, આ સમગ્ર ઘટના મામલે ભાજપ પર પ્રહાર કર્યા...

કીરીટ પટેલે, આ સમગ્ર ઘટના મામલે ભાજપ પર પ્રહાર કર્યા...

  • Share this:
વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ પાટણમાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય કિરીટ પટેલ વિવાદમાં સપડાયા છે. કિરીટ પટેલે શહેરમાં રખડતા ઢોર મુદ્દે એવુ નિવેદન કર્યુ હતુ કે જો રખડતા ઢોર કાબુમાં નહીં આવે તો લાકડી લઈને રસ્તા પર ઉતરીશ, પરંતુ કિરીટ પટેલના આ નિવેદનથી માલધારી સમાજ રોષે ભરાઈ ગયો છે અને કિરીટ પટેલ સામે વિરોધ નોંધાવ્યો, તેમજ ઠેર ઠેર કિરીટ પટેલના પૂતળા બાળ્યા હતા તો આ સમગ્ર મામલે કિરીટ પટેલે સફાઈ આપી હતી કે તેમણે કોઈ સમાજને લઈને નહી પરંતુ રખડતા ઢોરથી થતા અકસ્માતને લઈને નિવેદન કર્યુ હતુ. જો કે આ સમગ્ર ઘટનાને કિરીટ પટેલે ભાજપની ચાલ ગણાવી હતી.

વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ પાટણમાં નવા ચુંટાયેલા ઘારાસભ્ય કીરીટ પટેલ વિવાદમાં સપડાયા છે. પાટણના કોંગ્રેસના ઘારાસભ્ય કીરીટ પટેલની જીત બાદ તેમને લોકો વચ્ચે કર્યું હતું રખડતા ઠોર મામલે નિવેદન. કીરીટ પટેલ શહેરમાં રખડતા ઠોરો પર કાબુ કરવા મામલે કર્યું હતું નિવેદન. જે નિવેદન બાદ પાટણ સહિત રાજસભામાં માલધારી સમાજે કીરીટ પટેલ સામે વિરોધ નોંઘાવ્યો છે.

કીરીટ પટેલે શહેરમાં રખડતા ઠોર મામલે એવું નિવેદન કર્યું હતું કે "જો રખડતા ઠોર કાબુમાં નહી આવે તો લાકડી લઇને રસ્તા પર ઉતરીશ".

કીરીટ પટેલનું આ નિવેદન વિવાદમાં ફેરવાયુ..અને માલધારી સમાજ રોષે ભરાયો. રોષે ભરાયેલ માલધારી સમાજે ન માત્ર પાટણમાં જ પરંતુ રાજ્યના અનેક શહેરોમાં કીરીટ પટેલનો વિરોધ કર્યો અને કીરીટ પટેલનું પુતળા દહન પણ કર્યો.

તો રખડતા ઠોર મામલે કીરીટ પટેલના વિવાદીત નિવેદન મામલે કીરીટ પટેલે પણ સોસીયલ મીડીયામાં તેમના નિવેદન મામલે ખુલાસો કર્યો ..અને જણાવ્યું છે કે, તે કોઇ સમાજને લઇને નહી પરંતુ રખડતા ઠોર થી થતા અકસ્માત ને લઇને નિવેદન કર્યું છે.

તો કીરીટ પટેલે, આ સમગ્ર ઘટના મામલે ભાજપ પર પ્રહાર કર્યા છે, અને ભાજપની ચાલ ગણવી છે, અને પોતાનું નિવેદન સોશિયલ મીડિયામાં પ્રસારિત કર્યું હતું.
First published: