ફેસબુક પોસ્ટ લખી યુવકનો આપઘાત, 'એ મહિલા ડોક્ટરે મને ક્યાંયનો નથી રાખ્યો, જીવ તો મને પણ વહાલો હતો'

News18 Gujarati
Updated: August 4, 2018, 12:57 PM IST
ફેસબુક પોસ્ટ લખી યુવકનો આપઘાત, 'એ મહિલા ડોક્ટરે મને ક્યાંયનો નથી રાખ્યો, જીવ તો મને પણ વહાલો હતો'
આપઘાત કરનાર યુવક

યુવકે ફેસબુક પર લખેલી સુસાઇડ નોટમાં વારાહીની કોઈ મહિલા ડોક્ટરે તેને પ્રેમજાળમાં ફસાવીને લૂંટી લીધો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

  • Share this:
યશવંત પટેલ, પાટણ

પાટણના એક યુવકે શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ રાધનપુરની એક હોટલમાં ફેસબુક પર સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા દિનેશ પ્રજાપતિ નામના યુવકે પોતાના ફેસબુક પેજ પર તે જેના પ્રેમમાં હતો તે યુવતી સાથેની વોટ્સએપ ચેટિંગના સ્ક્રિનશોટ મૂક્યા હતા. આ ઉપરાંત તેણે ફેસબુક પર એક સુસાઇડ નોટ પણ લખી હતી. સુસાઇડ નોટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વારાહીની એક મહિલા ડોક્ટરે તેને પ્રેમજાળમાં ફસાવ્યો હતો.

એટલું જ નહીં દિનેશે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે આ મહિલા ડોક્ટરે તેને પ્રેમજાળમાં ફસાવીને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા. આ કાંડમાં અન્ય બે લોકો પણ સામેલ હોવાની વાત લખવામાં આવી છે. યુવકે સુસાઇડ નોટમાં લખ્યું છે કે આ બંને લોકો તેને અવાર નવાર જીવથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી હતી.

dinesh prajapati
તસવીર સૌજન્યઃ ફેસબુક


યુવકે સુસાઇડ નોટમાં શું લખ્યું છે?

"મારા વ્હાલા વડિલો , મિત્રો મને માફ કરજો. હવે પછી હું તમારી વચ્ચે નથી. મારા મોત માટે જવાબદાર વ્યકિતઓ 1) ડો. *****( માનપુરા - વારાહી). ) **** ( માનપુરા) 3) ***** (રાધનપુર). મહિલા ડોક્ટરે મને એની પ્રેમજાળમાં ફસાવીને ઉઘાડી લૂંટ જ ચલાવી હતી. *** એ આજે મને કયાંયનો પણ નથી રાખ્યો એટલે મારે આજે મોતને ભેટવું પડે છે. બાકી જીવ તો મને પણ વહાલો હતો.*** અને *** માસ્તર મને અવાર નવાર જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા હતા અને સમાજમાં કયાંય જવા ઉપર રોક લગાવી હતી. રસ્તામાં કયાંય મને જુએ તો પણ અહીં નઇ ચાલવાનું એમ કહીને બધી રોક લગાવતા હતા. મને ખૂબ ત્રાસ આપેલો છે આ ત્રણ લોકોએ. મોટી દિકરી *** પણ મને હેરાન કરતી એ પણ બધાને ફસાવવાના ધંધા કરે છે.

યુવકે ફેસબુક પર મૂકેલી સ્ક્રિનશોટ જુઓ



***એ જ મારી જીંદગી હરામ કરી નાખી છે, સતત 2-3 વર્ષ મારી જોડે છેતરપિંડી કરીને બરબાદ કરી નાખ્યો છે, આ લોકો સજાને પાત્ર છે, કોઈ માફ ના કરતા. આ લોકો સમાજ માટે કલંક છે. સમાજ આનો ન્યાય કરજો. મારી જોડે ઘણા પ્રુફ હતા એ પણ ઈ લોકો લઈ ગયા છે, જે કંઈ પ્રુફ બચ્યા છે ઈ હું અહીં બધાને જોવા માટે મૂકીને જાઉ છું. બીજું બધું કોલ રેકોર્ડિંગમાં આવી જશે. *** 1 નંબરની નાલાયક છોકરી છે, જે ડોક્ટર થઈને બધાના જીવ લે છે.

હું મારી જીદગીમાં ખૂબ ખુશ હતો, મારો ધંધો પણ સારો ચાલતો, પણ આ લોકોએ સાથે મળીને મારુ જીવન હરામ કરી નાખ્યું. મારી ટોટલ કમાણી પણ *** લઈ ગઈ છે. આજે મારા ઉપર કોઈ દેવું કે દબાણ નથી, મારા પરિવાર તરફથી પણ મને ખૂબ પ્રેમ મળ્યો છે, ફક્ત આ લોકોના કારણે મારે જીવ ગુમાવવો પડે છે. કાયદો તેમજ સમાજ ઉપર વિશ્વાસ કરીને હું તો જાઉ જ છું ,પણ આ લોકોને સજા અપાવજો જેથી કરીને બિજો કોઈ નિર્દોષ માણસ ફસાઈ નઈ. મારી આ પોસ્ટ સમાજ ના દરેક માણસ સુધી પહોંચતી થાય એટલી શેર કરજો, બધા સ્નેહિજનોને મારા છેલ્લા રામ રામ..."
First published: August 4, 2018, 10:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading