Home /News /north-gujarat /પાટણ: ભાજપની સભામાં ખાલી ખુરશીઓ ભરવા બાળકોનો કરાયો ઉપયોગ

પાટણ: ભાજપની સભામાં ખાલી ખુરશીઓ ભરવા બાળકોનો કરાયો ઉપયોગ

ખુરશીઓ ભરવા બાળકોનો કરાયો ઉપયોગ

પાટણ ભાજપના લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ સભા યોજી પ્રચાર કર્યો હતો

  યશવંત પટેલ, પાટણ: લોકસભા ચૂંટણીને લઇને પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે પાટણ ભાજપના લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ પણ સભા યોજી પ્રચાર કર્યો હતો. તેમની બાલીસણા ગામે યોજાયેલી સભામાં ભીડ એકઠી કરવા માટે બાળકોને સભામાં લાવવામાં આવ્યા હતા.

  ભરતસિંહ ડાભીની સભામાં ભીડ દેખાડવા માટે બાળકોને ભાજપની ટોપી અને ખેસ પહેરાવીને ખુરશી પર બેસાડવામાં આવ્યા હતા. ભરતસિંહ ડાભીની સભામાં ખુરશીઓ ખાલી રહેતાં છેવટે બાળકોને બેસાડવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો: આ વખતની ચૂંટણી ચોકીદાર અને ચોરો વચ્ચેની છે: CM વિજય રૂપાણી

  ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર માટે યોજાતી સભાઓમાં આ રીતે જગ્યા ભરવા અને ભીડ દેખાડવા માટે માસુમ બાળકોને બેસાડવામાં આવી રહ્યાં છે. આ માસુમ બાળકો ભાજપ કે કોંગ્રેસના રાજકરણથી સંપૂર્ણપણે અજાણ હોય છે, એવા બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Children, Crowd, Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, North Gujarat lok sabha election 2019, Patan S06p03, પાટણ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन