પાટણ: પાટણમાં સમી હાઇવે પર અકસ્માત સર્જાયો છે. હાઇવે પરથી પસાર થતાં ટ્રકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ ટ્રક દુકાનમાં ઘુસી જતાં અફરાતફરી સર્જાઇ હતી. અચાનક જ ટ્રક દુકાનમાં ઘુસી જતાં દુકાનમાં કામ કરી રહેલી એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે એક વ્યકિત ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. જે બાદ જેસીબીની મદદથી ટ્રકને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટ્રક દુકાનમાં કામ કરી રહેલા વ્યક્તિ પર ફરી વળી
સમી હાઇવે પર પૂરપાટ ઝડપે જઇ રહેલા ટ્રકચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી ટ્રક રસ્તાની બાજુમાં આવલી દુકાનમાં ઘુસી ગઇ હતી. આ ટ્રક દુકાનમાં કામ કરી રહેલા બે વ્યક્તિ પર ફરી વળી હતી. જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એક અન્ય વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને ટ્રાકિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
દુકાનમાં કામ કરી રહેલા વ્યક્તિએ વિચાર્યું પણ નહીં હોય કે એક બેકાબૂ ટ્રક દુકાનમાં ઘુસી જશે અને જીવ ગુમાવવાનો વારો આવશે. આખી ટ્રક દુકાનમાં ઘુસી જતાં તેને બહાર કાઢવા કવાયત શરૂ કરાઇ હતી. જોકે, તમામ પ્રયાસો બાદ પણ ટ્રક દુકાનમાંથી બહાર ન નીકળી શકતાં છેવટે જેસીબીનો સહારો લેવો પડ્યો હતો. જેસીબીની મદદથી દુકામાં ઘુસી ગયેલી ટ્રક બહાર કાઢવામાં આવી હતી. હાલ પોલીસે અકસ્માતને પગલે વધુ તપાસ હાથ ધરી છે અને કેવી રીતે આ સમગ્ર ઘટના સર્જાઇ તે મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર