Home /News /north-gujarat /

પાટણ: ST બસની ટક્કરથી બાઇક સવાર 2 યુવકોનાં મોત

પાટણ: ST બસની ટક્કરથી બાઇક સવાર 2 યુવકોનાં મોત

પાટણમાં બાઇક સવાર બે યુવકોના કરૂણ મોત નિપજતાં સમગ્રપંથકમાં અરેરાટી પ્રસરી છે.

પાટણમાં બાઇક સવાર બે યુવકોના કરૂણ મોત નિપજતાં સમગ્રપંથકમાં અરેરાટી પ્રસરી છે.

    પાટણ ગોઝારા અકસ્માતમાં કુલ બે લોકોના અકાળે મોત થયા છે. હારીજ તાલુકાના જસોમાવ ગામ નજીક અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. હાઇવે પર બસ સાથે બાઇક અથડાતા ઘટના સ્થળે જ બે વ્યક્તિના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.

    આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પાટણના હારીજ તાલુકાના જસોમાવ ગામ નજીક પસાર થઇ રહેલા બાઇક સવારને પૂરઝડપે આવી રહેલી એસટી બસના ચાલકે ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બાઇક સવાર બે યુવકો ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતમાં બન્ને યુવકો થરા તાલુકાના ઉણ ગામ અને સમી તાલુકાના રણાવાડા ગામના રહેવાસી છે.



    પોલીસે આ અકસ્માતની તપાસ કરી હતી. પોલીસે બંને મૃતદેહ પોસ્ટમોર્ટમ મોકલી આગળની કામગીરી હાથ ધરી હતી.
    Published by:Bhoomi Koyani
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन