Home /News /north-gujarat /પાટણ: રખડતા ઢોરની અડફેટે બે મહિલાઓના મોત, બે ઘાયલ

પાટણ: રખડતા ઢોરની અડફેટે બે મહિલાઓના મોત, બે ઘાયલ

રખડતા આખલાએ ચાર મહિલાઓને લીધી હતી અડફેટે

Patan stray cattle Two women killed: રખડતા આખલાએ ચાર મહિલાઓને અડફેટે લીધી હતી. આખલાની અડફેટે બે મહિલાનાં મોત, બે ઘાયલ

    પાટણ: ફરી એક વખત રખડતાં ઢોરને કારણે ગંભીર ઘટના બની છે. શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ રખડતા ઢોરનો આંતક સામે આવ્યો છે. પાટણમાં સરસ્વતીના આધાર ગામે રખડતા આંખલાએ ચાર મહિલાઓને લીધી અડફેટે લીધી હતી. આંખલાની અડફેટે બે મહિલાઓના મોત થયા છે, જ્યારે અન્ય બે મહિલાઓને ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્ત મહિલાઓ ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે.

    ફરી રખતડા ઢોરનો આતંક આવ્યો સામે

    આ પહેલી વખત નથી કે રાજ્યમાં રખડતાં ઢોરને લીધે જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય. સતત રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે, ત્યારે વધુ એક ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે હાઇકોર્ટ પણ સમગ્ર મામલે સરકારની ઝાટકણી કાઢી ચૂકી છે. સાથે જ તેની સામે યોગ્ય પગલાં લેવા અનેક વખત ટકોર કરી ચૂકી છે.



    આ પણ વાંચો: રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઇવે પર ટેમ્પોએ બાઇકને લીધી અડફેટે, બે યુવાનોનાં મોત

    હાઇકોર્ટ સરકારની ઝાટકણી કાઢી ચૂકી છે

    અગાઉ ઓક્ટોબર મહિનામાં હાઇકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ મામલે સરકારને ગંભીર સવાલો કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટે સરકારને મીડિયાના અહેવાલ બતાવ્યા હતા. ન્યૂઝ પેપર બતાવી કામગીરી અંગે કોર્ટે સરકારને સવાલ કર્યો હતો. કોર્ટે પૂછ્યું હતું કે, તમારું કામ શું છે? જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓ હાજર છે. રખડતા ઢોર પર ટીમ સતત મોનિટરીંગ પેટ્રોલિંગ કરે છે. રાજ્યમાં સંબધિત તમામ વિભાગ મેહનતથી કામ કરતા હોવાની રાજ્ય સરકારે રજૂઆત કરી હતી. જેની સામે કોર્ટે જણાવ્યું હતું કે, લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર છે.

    ઉપરાંત ભાવિન પટેલ નામના વ્યક્તિનું રાખડયા ઢોરને લીધે મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં મૃતકને 5 લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. જ્યારે આદેશના બીજી દિવસ સુધી વળતર ચૂકવવામાં આવે તેવો પણ આદેશ કર્યો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    विज्ञापन
    विज्ञापन