Home /News /north-gujarat /પાટણ: પૂરપાટ ઝડપે જઇ રહેલી લક્ઝરીએ મારી પલટી, 20થી વધુ મુસાફરોને ઇજા

પાટણ: પૂરપાટ ઝડપે જઇ રહેલી લક્ઝરીએ મારી પલટી, 20થી વધુ મુસાફરોને ઇજા

આજે વહેલી સવારે સિદ્ધપુરના તાવડિયા ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના બની હતી.

Patan Accident: આજે વહેલી સવારે સિદ્ધપુરના તાવડિયા ચાર રસ્તા પાસે અકસ્માત, લક્ઝરીએ મારી પલટી

    પાટણ: સિદ્ધપુર હાઈવે પર વહેલી સવારે લક્ઝરી બસ પલટી મારતા અકસ્માત સર્જાયો છે. આજે વહેલી સવારે સિદ્ધપુરના તાવડિયા ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના બની હતી. બેફામ બસ હાંકી રહેલા ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાનું કહેવાઇ રહ્યું છે. જ્યારે આ લક્ઝરી બસમાં 20થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. જ્યારે 4થી વધુ મુસાફરોને ગંભીર ઇજા પહોંચી છે.

    20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત, 4ને ગંભીર ઇજા

    આજે વહેલી સવારે વાપીથી રાજસ્થાન તરફ જઇ રહેલી ખાનગી લકઝરી બસે પલ્ટી મારી હતી. લક્ઝરી બસ મુસાફરોથી ભરેલી હતી, જ્યારે અકસ્માતને પગલે 20થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. જેમાંથી 4થી વધુ લોકોને ગંભીર ઇજાઓ થતાં પાટણ ધારપુર ખાતે રિફર કરાયા છે. ઈજાગ્રસ્તોને 108 મારફતે સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાને પગલે સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો: ચાંદખેડામાં સ્મશાનગૃહ નજીક આવેલા તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

    અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

    લક્ઝરી બસનાચાલકને ઝોકું આવી જતા બસ પલટી મારી હોવાનું અનુમાન છે. અકસ્માત વહેલી સવારે થતાં બસમાં સવાર મુસાફરો પણ સૂઇ રહ્યા હતા, ત્યારે અચાનક જ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બસમાં સવાર મુસાફરોને ઇજા પહોંચી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે બસ પૂરપાટ ઝડપે હતી અને અચાનક જ પલટી મારી ઘસડાય છે. ઘટનાને પગલે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે સિદ્ધપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી લક્ઝરી બસ સીધી કરી ટ્રાફિક હળવો કર્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Accident CCTV, Gujarat News, Patan news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन