Patan News: પાટણમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકની હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા બેરહેમીથી મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ભોગ બનનાર વિધાર્થીના વાલીગણ દ્વારા રોષ ઠાલવી શાળા સંચાલકને લેખિતમાં રજુઆત કરી શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
પાટણ: પાટણમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકની હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા બેરહેમીથી મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ભોગ બનનાર વિધાર્થીના વાલીગણ દ્વારા રોષ ઠાલવી શાળા સંચાલકને લેખિતમાં રજુઆત કરી શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆત અંગે આચાર્ય દ્વારા શિક્ષકની પ્રવૃત્તિ બદલ તપાસ કરી મંડળ સમક્ષ રિપોર્ટ મૂકી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. વિધાર્થીને મારમારનાર શિક્ષક બનાવને પગલે શાળામાંથી રજા પર ઉતરી ગયા હતા.
વિદ્યાર્થીને ઠપકો આપવાના બદલે ઢોર માર માર્યો
પાટણ શહેરની શ્રી.શેઠ.એમ.એન હાઇસ્કુલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા રાવળ સોહિલ નામના વિદ્યાર્થીને ગુરુવારે વર્ગમાં મસ્તી કરવા મામલે શાળામાં ફરજ બજાવતા શિક્ષક મયંક પટેલ દ્વારા બાળકની ભૂલને પ્રેમથી સમજાવવા કે ઠપકો આપવાના બદલે ઢોરમાર મારવામાં આવતા ભોગબનનાર બાળકે ઘરે જઈ પરિવારને જાણ કરતા વાલી રોષે ભરાઈ શાળામાં આવી આચાર્યની ઓફિસમાં શિક્ષક સામે રોષ ઠાલવી તાત્કાલિક શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
શાળાના વર્ગ ખંડમાં વિદ્યાર્થી મસ્તી કરતો હોઈ જે મામલ શિક્ષકે ઠપકો આપવાની જગ્યાએ વિદ્યાર્થી પર કૃતા પૂર્વક ગુસ્સો ઠાલવી બરડાના ભાગે સોળ પડી જાય તે પ્રકારનો ઢોરમાર મારતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. આ મામલે વિદ્યાર્થીને પુછાતા તેને જણાવ્યું હતું કે, ‘શાળામાં અન્ય એક વિદ્યાર્થીએ કોઈ બીજા વિધાર્થીને મોબાઇલમાં મેસેજ કર્યો પણ તેમાં મારું નામ આવ્યું અને તેને લઈ શિક્ષકે મને ખોટી રીતે ઢોર માર માર્યો છે’
સમગ્ર ઘટના અંગે શાળાના આચાર્યને પુછાતા તેમને જણાવ્યું હતું કે, ‘આ મામલે વિદ્યાર્થીના વાલી દ્વારા શાળામાં લેખિત અરજી આપી છે. જેથી શાળા મંડળ દ્વારા બન્ને પક્ષને સાંભળીને ન્યાય મળે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.’ વિધાર્થીને મારવારની ઘટનાને સૌ કોઈ ધિક્કારી રહ્યા છે. ભોગ બનનાર બાળકની માતા મીડિયા સમક્ષ નિવેદન આપતાં ભાવુક બની ગઈ હતી શિક્ષક દ્વારા તમામ હદ પાર કરી બાળકને ઢોર માર મારવાની ઘટનાથી વાલીગનમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ સાથે જ વાલીઓએ શિક્ષક પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રાર્થમિક શાળામાં ધોરણ આઠમાં ભણતા વિધાર્થીને મારમારવાની ઘટનાની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકરીને થતા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા અને તપાસ નિરક્ષકની ટિમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં શાળાના આચાર્ય તેમજ ભોગબનનાર વિધાર્થી અને અને તેના વાલીનું નિવેદન લઈ તપાસ અહેવાલ તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવી તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર