... તો આ કારણે ડોક્ટર અને પુત્રની કામલીલાનું કૌભાંડ બહાર આવ્યું

News18 Gujarati
Updated: July 5, 2019, 2:32 PM IST
... તો આ કારણે ડોક્ટર અને પુત્રની કામલીલાનું કૌભાંડ બહાર આવ્યું
હવસખોર પિતા પુત્ર

સારવાર કરાવવા આવેલી મહિલા દર્દીઓ સાથે દુષ્કર્મનાં વીડિયો વાઇરલ થવાની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : પાટણ જિલ્લાનાં સમી ખાતે ડોકટર મહેન્દ્ર એમ. મોદી અને તેના પુત્ર કિશન પાસે સારવાર કરાવવા આવેલી મહિલા દર્દીઓ સાથે દુષ્કર્મનાં વીડિયો વાઇરલ થવાની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ ઘટનામાં એક વાત જોરશોરથી ચર્ચાઇ રહી છે કે આ સેક્સકાંડ ડોક્ટરને ત્યાં પહેલા કમ્પાઉન્ડર તરીકે કામ કરતા વ્યક્તિને કારણે બહાર આવી છે. ડોક્ટર અને કમ્પાઉન્ડર બંન્ને વચ્ચે કોઇક મામલે બોલાચાલી થઇ હતી. જે બાદ કમ્પાઉન્ડરે ડોક્ટરની સેક્સ લીલા પરથી પડદો ઉઠાવવાનું વિચારી લીધું હતું. પહેલા તો કમ્પાઉન્ડરે ડોક્ટર પાસે મામલો બહાર ન આવે તે માટે રૂપિયા માંગ્યા હતાં. પરંતુ ડોક્ટરે તે માટે તેને ના પાડી દીધી હતી અને માર પણ માર્યો હતો.

વાત એવી પણ છે કે તે વાતે કમ્પાઉન્ડરનાં મનમાં ઘર કરી લીધું હતું. બદલો લેવા માટે તેણે ડોક્ટરનાં આ કૃત્યોની વાત ગામ લોકોને કરી. જે બાદ આખો એક પ્લાન બનાવીને ડોક્ટર અને તેના પુત્રની કામલીલાને બહાર લાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ડોક્ટરનાં ક્લીનીકમાં વીડિયો મુકાવીને આખુ ષડયંત્ર બહાર લાવ્યાં હતાં.

 આ પણ વાંચો :  પાટણ ડોક્ટરની કામલીલાઃ મહેન્દ્ર મોદીનો ITI કરેલો પુત્ર ચલાવતો ક્લિનિક !

દવાખાનામાં મળ્યાં કોન્ડમ

ડોક્ટરનાં દવાખાનામાં તપાસ કરતી વખતે સ્ત્રીરોગ સંબંધિત કેટલીક દવાઓનો જથ્થો કબજો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દવાખાનામાંથી કોન્ડોમ, કામવાસના ઉત્તેજન થાય તેવા સ્પ્રે, ટેબ્લેટ તેમજ માનવ શરીરને નુકશાન કરે તેવી દવાઓ મળી આવી હતી.
First published: July 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading