પાટણઃ ચાણસ્મામાં આંગડિયા પેઢીમાં ઘૂસી અજાણ્યા શખસો દ્વારા રૂ.1 લાખની લૂંટ

ચાણસ્મામાં અંબાલાલ હરગોવનદાસ આંગડિયા પેઢીમાં ઘૂસી અજાણ્યા શખસો દ્વારા પિસ્તોલ બતાવીને રૂ.1 લાખની લૂંટ.

  • Share this:
    પાટણઃ ચાણસ્મામાં અંબાલાલ હરગોવનદાસ આંગડિયા પેઢીમાં ઘૂસી અજાણ્યા શખસો દ્વારા પિસ્તોલ બતાવીને રૂ.1 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. આ બનાવ આજે સવારે 10 વાગ્યાની આસપાસ બન્યો છે.

    મળતી વધુ વિગત મુજબ, પાટણના ચાણસ્મામાં કારમાં આવેલા છ અજાણ્યા શખસોમાંથી ત્રણ શખસો આજે સવારે 10 વાગ્યે અંબાલાલ હરગોવનદાસ આંગડિયા પેઢીમાં ઘૂસી ગયા હતા. બાકીના 3 શખસો કારમાં બેઠા હતા.  પેઢીમાં ઘૂસેલા ત્રણમાંથી બે  શખસોએ પિસ્તોલની અણીએ રૂ.1 લાખની લૂંટ ચલાવી હતી અને આંગડિયા પેઢીના સ્ટાફને માર માર્યો હતો. લૂંટ કરી શખસો કારમાં બેસી ફરાર થઈ ગયા હતા. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી CCTV કેમેરાના આધારે વધુ તપાસ કરી રહી છે.
    Published by:Sanjay Joshi
    First published: