પાટણઃ પોલીસે બાઇક ડિટેઇન કરતા જ ચાલકને આવ્યા માતાજી!

News18 Gujarati
Updated: March 29, 2018, 3:51 PM IST
પાટણઃ પોલીસે બાઇક ડિટેઇન કરતા જ ચાલકને આવ્યા માતાજી!

  • Share this:
પાટણઃ બાઇકને ડિટેઇન કરાતાં બાઇકચાલક દ્વારા ડિટેઇન કરેલી ગાડીને રોકી રસ્તા પર ડ્રામા કરવામાં આવ્યો છે. નો-પાર્કિંગમાં મૂકેલું બાઈક ડિટેઈન કરાતાં રૂ.200નો મેમો ન ભરવો પડે એ ઇરાદાએ શખસ દ્વારા રસ્તા પર નાટક કરવામાં આવ્યું હતું.

મળતી વધુ વિગત મુજબ, પાટણમાં એક બાઇકચાલક દ્વારા નો-પાર્કિંગમાં પોતાનું બાઇક કરી નજીકમાં પોતાનું કામ પતાવવા ગયો હતો. ત્યાંથી બાઇક ડિટેઇન કરી ગાડી જઈ રહી હતી ત્યારે બાઇકચાલકે ગાડી અટકાવી માથું ધુણાવા માંડ્યો હતો.

શખસ દ્વારા માતાજીનો પવન આવ્યો છે એવું નાટક બજારવચ્ચે કરવામાં આવ્યું હતું. મેમોના રૂ.200 ન ભરવા પડે એ માટે જાહેર રસ્તા પર ધૂણવાનું નાટક કર્યું હતું, આરટીઓએ  બાઇકચાલક પાસેથી રૂ.200 વસૂલી લીધા હતા. વધુ વિગત જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ

First published: March 29, 2018
વધુ વાંચો
अगली ख़बर