સિદ્ધપુર : Video - નદીના ધસમસતા પ્રવાહમાં બે બાઈક તણાયા, 'અલ્યા ગાંમના થઈ આવું હું લેવા કરો, બચાવો'

સુદ્ધપુર નજીક નદીમાં બાઈક તણાયું

વિડિઓમાં જોઈ શકાય છે કે, બે બાઇકો પાણીના પ્રવાહમાં તણાઈ જતા નજરે પડે છે. યુવકે મોટરસાયલને બચાવવાનો કર્યો પ્રયાસ, પરંતુ આખરે યુવકે પાણીના ઘસમસતા પ્રવાહમાં બાઈકને છોડી પોતાનો જીવ બચાવવો પડ્યો

 • Share this:
  અશરફ ખાન, પાટણ : સિદ્ધપુરના ગાંગલાસણ - ખડિયાસણ નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં બાઈક ચાલક ફસાયાનો વિડીયો સામે આવ્યો છે. વિડિઓમાં જોઈ શકાય છે કે, બે બાઇકો પાણીના પ્રવાહમાં તણાઈ જતા નજરે પડે છે. યુવકે મોટરસાયલને બચાવવાનો કર્યો પ્રયાસ, પરંતુ આખરે યુવકે પાણીના ઘસમસતા પ્રવાહમાં બાઈકને છોડી પોતાનો જીવ બચાવવો પડ્યો હતો. ઘસમસતા પાણીના પ્રવાહમાં યુવક જીવના જોખમે મોટરસાયકલને બચાવવાનો વિડીયો સામે આવ્યો હતો.

  સિધ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા તેમજ ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં નવા નીર આવ્યા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડીયાસણ પર આવેલ બેઠા પુલ પર વરસાદી પાણી વહેવા લાગ્યા હતા.

  આ પણ વાંચો - પારિવારીક પ્રેમની કરૂણ કહાની: પત્નીના મોતના વિરહમાં, પતિ અને બે જવાનજોધ દીકરીઓનો સામુહિક આપઘાત

  ઉપરવાસ અને સિઘ્ઘપુરમાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારના કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે આવા પ્રવાહમાં ગાંગલાસણ અને ખડીયાસણ ગામને જોડતા બેઠા પુલ પર ખડીયાસણ ગામ પાસે પાણીના પ્રવાહમાં બે બાઇકો તણાઈ જતા સામે આવ્યા છે.  જેમાં એક ભાઈ જેમનું નામ અકબર ભાઈ પોતાના બાઈક સાથે પુલ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહના કારણે બાઈક સાથે તેઓ અંદર ફસાઈ ગયા હતા. પરંતુ અકબરભાઈ પોતાના બાઈકને ધસમસતા પ્રવાહમાં પડતું મૂકીને બહાર આવી જતા તેઓનો જીવ બચી ગયો હતો તો અન્ય જે બીજો પણ બાઇક તણાઈ ગયું હતું તે કોણ હતું તે જાણવા મળ્યું નથી.
  Published by:kiran mehta
  First published: