Home /News /north-gujarat /લાંચિયા બાબુઓનો રાફડો ફાટ્યો! પાટણના સમી તાલુકામાં બોયઝ- ગર્લ્સ હોસ્ટેલ અંગે લાંચ માંગનાર ત્રણ 'લોભિયા' ઝડપાયા
લાંચિયા બાબુઓનો રાફડો ફાટ્યો! પાટણના સમી તાલુકામાં બોયઝ- ગર્લ્સ હોસ્ટેલ અંગે લાંચ માંગનાર ત્રણ 'લોભિયા' ઝડપાયા
પકડાયેલા ત્રણ અધિકારીઓી તસવીર
Patan ACB trap news: એસીબીએ પાટણ જિલ્લાના સમી તાલુકામા બોયઝ હોસ્ટેલ તેમજ ગર્લ્સ હોસ્ટેલ બાંધકામમાં અલગ અલગ કામમાં લાંચની રકમ સ્વીકારવા જતાં ત્રણ અધિકારીઓને રંગેહાથે પકડી લીધા હતા.
અમદાવાદઃ સામાન્ય માણસથી લઈને મોટા માણસોને પણ સરકારી કચેરીમાં કામ કઢાવવા માટે ટેબલ નીચે વહીવટ કરવો પડે છે. આવા અનેક કિસ્સાઓ બનતા રહે છે. જાગૃત નાગરિકો દ્વારા લાંચિયા અધિકારીઓને એસીબીના (ACB trap) હાથે પકડાવવામાં આવતા હોય છે. પરંતુ મલાઈ ખાવાના શોખીલ અધિકારીઓ સુધરવાનું નામ નથી લેતા. આવા જ લાંચિયા અધિકારીઓનો (Corrupt officer) રાફડો ફાટ્યો હોય એમ એક સાથે ત્રણ સરકારી બાબુ એસીબીના હાથે (ACB caught 3 Corrupt officer) ચડ્યા હતા. એસીબીએ પાટણ જિલ્લાના સમી તાલુકામા બોયઝ હોસ્ટેલ તેમજ ગર્લ્સ હોસ્ટેલ બાંધકામમાં (Construction of Boys Girls Hostel in Sami Taluka) અલગ અલગ કામમાં લાંચની રકમ સ્વીકારવા જતાં ત્રણ અધિકારીઓને રંગેહાથે પકડી લીધા હતા.
મળતી માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના સમી તાલુકામા બોયઝ હોસ્ટેલ તેમજ ગર્લ્સ હોસ્ટેલ બાંધકામ કરનાર કોન્ટ્રાકટર પાસેથી કામ પૂર્ણ થતાં 1 ટકા લેખે 40 હજારની લાંચની રકમ માગતા સરકારી અધિકારીઓ પકડાયા છે. સમગ્ર શિક્ષા અભિયાન કચેરી પાટણના ડિસ્ટ્રીકીટ પ્રોજેકટ ઓફેસર વિપુલ પટેલ તેમજ ટેક્નિકલ રિસોર્સ પર્સનવિનોદ ગોર એ કોન્ટ્રાકટર પાસે કામ પૂર્ણ થતાં 40 હજાર ની લાંચની માગણી કરતા ફરિયાદીએ ACBમા ફરિયાદ કરતા બને આરોપીને ACB એ ડિટેન કર્યા છે.
જોકે પાટણ પણ ગાંધીનગર ખાતે આવેલ સમગ્ર શિક્ષા અભિયામની ઓફિસના સ્ટેટ પ્રોજેકટ ઇજનેર નિપુણ ચોકસી એ પણ આજ ફરિયાદી પાસેથી સામી તાલુકાના બોયસ હોસ્ટેલ અને સખેશ્વર તાલુકા કસ્તુરમાં ગાંધી બાલિકાનો કોન્ટ્રાકટરને કામ પૂર્ણ થતાં મળેલ રકમમાંથી 1 ટકા લેખે 1 લાખ 21 હજાર લાંચની રકમ માગી હતી.જે બાબતેACB એ છટકું ગોઢવી આરોપી નિપુણ ચોકસીને ડિટેન કર્યા છે. તેમના ઘરેથી ACB તપાસ કરતા 4 લાખ રોકડા મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા બનાસકાંઠાના ડીસા સિંચાઈ વિભાગમાં મદદનીશ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા રામજી હરિભાઈ પટેલે પોતાની ફરજ દરમ્યાન નહેરો ખેડૂતોના ખેતરો સુધી બનાવવા,સફાઈ કરાવવા અને સમારકામ કરાવવાનું કામ તેમના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું હતું જે નહેરોનું કામ હલકી ગુણવત્તા વાળું અને ખેડૂતોના ખેતર સુધી પાણી ન પહોચે તે રીતે બનાવી દેશના અથતંત્રને નુકસાન થાય તે રીતે કામ કર્યું હતું.
તેમજ રામજી પટેલે અંગત સ્વાર્થ ખાતર સરકારી નાણાંનો દુરુપયોગ કરી આવક કરતા વધુ સંપત્તિ ભેગી કરી હોવાની ફરિયાદ એ સી બીમાં ફરિયાદ થતા તપાસ બાદ ગુન્હો નોંધાયો હતો. જે કેસ ડીસાની નામદાર કોર્ટમાં ચાલી આરોપી સામેની ફરિયાદ સાચી સાબિત થઈ હતી. જેથી તમામ સાક્ષી,પંચો તેમજ પુરાવાઓ ધ્યાને લઇ બીજી એડી.સેશન કોર્ટે આરોપી રામજી પટેલ ને ચાર વર્ષ ની સાદી કેદ ની સજા અને રૂ 65 લાખનો દંડ ફટકાર્યો છે. અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સજા ફટકારતા કોર્ટ માં સન્નાટો વ્યાપી ગયો હતો.
" isDesktop="true" id="1115370" >
જોકે ડીસાની કોર્ટે સિંચાઈ વિભાગના મદદનીશ કાર્યપાલક ઇજનેર રામજી પટેલને સજા ફટકારી છે તે આરોપી હાલ નિવૃત છે અને નિવૃત્તિ બાદ પણ કોર્ટ એ કડક સજા ફટકારતા અન્ય ગેરનીતિ આચરતા અધિકારીઓ માં પણ ફફડાટ ફેલાયો હતો અને આવા લાંચિયા અધિકારી ને સજા ફટકારી હોવાના સમાચાર જિલ્લામાં વાયવેગે પ્રસરતા ખેડૂતોએ આ સજાને આવકારી કોર્ટના ચુકાદા ને વધાવી લીધો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર