પાટણ: રાધનપુર ખાતે ચાલી રહેલા ભાગવત સપ્તાહમાં ચલણી નોટોનો વરસાદ થતો જોવા મળ્યો હતો. રાધનપુર ખાતે નિર્માણ પામનાર નંદી ગૌશાળાના લાભાર્થે ચાલી ભાગવત સપ્તાહ રહ્યો છે. નંદી ગૌશાળાના લાભાર્થે યોજાયેલ ડાયરામાં રાધનપુર ભાજપના ધારાસભ્ય લવીંગજીએ પણ નોટોનો વરસાદ કર્યો હતો. આજે પાંચમાં દિવસે કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં ગૌભક્તોએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.
આ ડાયરામાં કીર્તિદાન ગઢવી, અલ્પા પટેલ તેમજ દશરથ દાન ગઠવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. ડાયરામાં લોકોએ પણ લવિંગજી પર નોટોનો વરસાદ કર્યો હતો. નંદી ગૌશાળાના લાભાર્થે ભક્તોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો.
આ પ્રસંગે ડાયરામાં રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી હાજર રહ્યા હતા. સાથે જ ધારાસભ્ય લવિંગજી પણ નોટો વરસાવતાં જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ડાયરામાં હાજર લોકોએ પણ લવિંગજી પર નોટો વરસાવી હતી. ડાયરામાં મોટી સંખ્યામાં ગૌભક્તો હાજર રહ્યા હતા. ગૌશાળાના લાભાર્થે ગૌભક્તોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર