Home /News /north-gujarat /

ગુજરાતનું આ મંદિર કરે છે નિ:સંતાન દંપતીની મનોકામના પૂર્ણ

ગુજરાતનું આ મંદિર કરે છે નિ:સંતાન દંપતીની મનોકામના પૂર્ણ

ચારણ કન્યા તરીકે માં ખોડલ વરાણા ખાતે 1200 વર્ષ પહેલા આવીને વસ્યા હતા. તેથીજ પાટણ જિલ્લાના વઢિયાર પંથકના લોકોના કુળદેવી તરીકે પૂજાય છે.

ચારણ કન્યા તરીકે માં ખોડલ વરાણા ખાતે 1200 વર્ષ પહેલા આવીને વસ્યા હતા. તેથીજ પાટણ જિલ્લાના વઢિયાર પંથકના લોકોના કુળદેવી તરીકે પૂજાય છે.

    પાટણ: સમી તાલુકામાંનાં વરાણા ગામમાં આવેલું 1200 વર્ષ જુનુ મા ખોડિયારનું મંદિર નિ:સંતાન માતા-પિતાની મનોકામના પૂર્ણ કરે છે. અને તેમનાં ઘરે અવશ્ય પારણું બંધાય છે. હાલમાં મંદીરમાં મહાસુદ એકમથી પૂનમ સુધી કૂલ 15 જિવ, માટે મેળો ભરાયો છે. આ 15 દિવસમાં દેશભરમાંથી ભક્તો દર્શનાર્થે આવે છે. એટલે જ વરાણાના ખોડિયારમાતાના આ મેળાને મીની કુંભમેળા તરીકે પણ ઓળખવામાં આવે છે.. ચારણ કન્યા તરીકે માં ખોડલ વરાણા ખાતે 1200 વર્ષ પહેલા આવીને વસ્યા હતા અને તેથીજ પાટણ જિલ્લાના વઢિયાર પંથકના લોકોના કુળદેવી તરીકે પૂજાય છે.



    તલ અને ગોળથી બનેલી ઘાણીનો ચઢાવાય છે પ્રસાદ
    વઢિયાર પંથકના સર્વે જ્ઞાતિના લોકો ઘરે પારણું બંધાય ત્યારે વરાણા ખોડિયાર માતાએ સવામણ પ્રસાદી ચઢાવવામાં આવે છે અને તે પ્રસાદી તલ અને ગોળથી બને છે જેને ઘાણી કહેવાય છે. 15 દિવસના આ મેળામાં હજારો લોકો પોતાની બાધાઓ પુરી કરે છે અને જેમાં લાખો કિલો તલની ઘાણીનો પ્રસાદ માતાજીને ચઢાવાય છે .





    મનોકામના પૂર્તિ કરે છે માતા
    મંદિરનાં પૂજારી દેવીદાન ગઢવીનું કહેવું છે કે, દરવર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટ્યા હતા. ખાસ જ્યારે કોઈના ઘરે પારણું બંધાય ત્યારે વરાણા ખોડિયાર માતાને લોકો સવામણ પ્રસાદી ધરાવે છે અને પ્રસાદી તલ અને ગોળથી બનાવાય છે, જેને ઘાણી કહેવામાં આવે છે. ઘણાં લોકોને માતાજી એવાં ફળ્યા છે કે માનતા માન્યાનાં 15 દિવસમાં જ તે લોકો પોતાની માનતા પણ પુર્ણ કરતા હોય છે.



    20 લાખથી વધુ દર્શનાર્થીઓ આવે છે દર્શન માટે
    આ મેળામાં 20 લાખથી પણ વધુ દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે અને તેથી પાટણ જિલ્લા પોલીસ દ્વારા વરાણાના મેળામાં સ્પેશ્યલ સુરક્ષા ગોઠવવામાં આવે છે જેમાં DYSP,PI,PSI અને કોન્સ્ટેબલ સહિત કુલ 200 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવે છે. આ ઉપરાંત 100 થી વધુ ગ્રામ્ય સુરક્ષા દળના કર્મચારીઓ મળીને 300 જેટલા સુરક્ષાકર્મીઓ સુરક્ષાને લઈને રાખવામાં આવે છે મેળામાં નાના બાળકો માટે રમકડાં ,ચકડોળ,તેમજ ખાણીપીણીના અનેક સ્ટોલ હોય છે તો સ્ત્રીઓ માટે પણ સાજ શ્રીંગાર માટે અનેક નાની મોટી દુકાનો દેખવા મળે છે.



    અમદાવાદથી આવેલા રેખાબેન દવે જે આ મંદિરનાં પરમ શ્રદ્ધાળુ છે તેમનું કહેવું છે કે, વર્ષોથી જેના ઘરે પારણાં ના બંધાયા હોય તેવા સંતાન પ્રાપ્તિ માટે અહીંયા વરદાન મેળવવા આવતા હોય છે અને પારણાં બંધાયા બાદ સવામણ ઘાણીનો પ્રસાદ ચઢાવે છે. બાધા રાખેલ બાળકને લાવીને માતાજીના ચરણે નતમસ્તક કરાવવામાં આવે છે અને તેથીજ વરાણાના ખોડિયાર માતાને બાળકોની બા માનવામાં આવે છે.



    વઢિયાર પંથકના લોકોની કુળદેવી માં ખોડિયારના દર્શને 15 દિવસમાં 20 લાખ લોકો આવે છે પાટણ જિલ્લામાં રાજકીય નેતા હોય પોલીસ કર્મચારીઓ હોય કે ધંધાદારીઓ સર્વે લોકો આ 15 દિવસના માતાજીના મેળામાં આવે છે ખોડિયારમાતાના આશીર્વાદ લઈને શુભ કાર્ય માટે આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

    (પાટણથી યશવંત પટેલનો રિપોર્ટ)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Gujrat, Temple khodiar mata, પાટણ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन