પાટણ : બે દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, રજા આપ્યા બાદ ફરીથી રિપોર્ટ પોઝિટિવ આવ્યો

News18 Gujarati
Updated: April 23, 2020, 3:13 PM IST
પાટણ : બે દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, રજા આપ્યા બાદ ફરીથી રિપોર્ટ પોઝિટિવ આવ્યો
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
પાટણ : રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પાટણનાં નેદ્રા ગામમાંથી એક ચિંતાજનક સમાચાર આવ્યાં છે. નેદ્રા ગામનાં કોરોનાનાં બે દર્દીઓ પોઝિટિવ આવતા તેમની સારવાર કરવામાં આવી હતી. જે બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી ધારપુર હૉસ્પિટલથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. જે બાદ તેમને ફેસેલિટી ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવ્યાં હતાં જ્યાં તેમની મેડિકલ તપાસ કરાતા તેમનો રિપોર્ટ ફરીથી પોઝિટિવ આવતા ચકચાર મચી ગયો છે. રાજ્યમાં કોરોનાનો રિપોર્ટ પહેલા નેગેટિવ આવીને ફરીથી પોઝિટિવ આવવાનો આ પ્રથમ કેસ માનવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે, પાટણના નેદ્રા ગામના દર્દીઓને કોરોના નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. બંને દર્દી હાલ ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. પાટણમાં સ્વસ્થ થયેલા બે દર્દીઓને ફરીથી કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ગભરામણ ફેલાઇ રહી છે. પાટણમાં બે દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને સિઘ્ઘપુર ખાતેના ફેસેલિટી ક્વૉરન્ટાઈનમાં રખાયા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કર્યા બાદ ફરીથી તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ આ બન્ને દર્દીઓની તબિયત નાજુક જણાતા તેમનો રિપોર્ટ કરાયો હતો.જ્યાં બન્ને દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે નોંધાયેલા વધુ 13 મૃત્યુ સાથે ગુજરાતમાં કોરોનાને કારણે મોતનો આંકડો કુલ 103 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 229 નવા કેસો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા કુલ 2,407 પર પહોંચી છે. જ્યારે 179 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
First published: April 23, 2020, 2:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading