યશવંત પટેલ, પાટણ : તબીબને પૃથ્વી પર ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ તબીબ એવી હરકત કરી બેસે છે કે, લોકોને માનવામાં ન આવે. આવી જ એક ઘટના પાટણ જીલ્લાના સમી તાલુકામાં સામે આવી છે, જે ઘટનાએ તબીબના વ્યવસાયને અભડાવી મુક્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ જીલ્લાના સમીમાં એક તબીબનો સેક્સકાંડનો વીડિયો વાયરલ થયો જેને પગલે હાહાકાર મચી ગયો છે. મહત્વની વાત એ છે કે, આ સેક્સ કાંડમાં તબિબ પિતાની સાથે પુત્ર પણ સામેલ હતો.
સૂત્રો અનુસાર, સમીમાં તબીબનો વ્યવસાય કરતા ડોક્ટર પિતા અને પુત્ર ક્લીનીકમાં સારવાર માટે આવતી મહિલાને પોતાની જાળમાં ફસાવી સેક્સલીલા માણતા હતા, અને બ્લેકમેઈલ કરતા હતા. આ અંગેનો વીડિયો વાયરલ થતા લોકો રોષે ભરાયા છે. સ્થાનિકોએ કામલીલા કરનાર ડોક્ટરને પાઠ ભણાવવા માટે નિર્વસ્ત્ર કરી મુંડન કરી દીધુ હતું અને પોલીસને હવાલે કરી દીધા છે.
વીડિયોમાં તબીબ દ્વારા એટલી અશ્લિલ હરકત કરવામાં આવી રહી છે કે, જે બતાવી શકાય તેમ નથી. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, પિતા અને પુત્ર ક્લિકમાં આવતી મહિલાને ચેકઅપના બહાને ફસાવી અને કામલીલા કરે છે. કહેવાય છે કે, જે ક્લિનિકમાં પિતા ડોક્ટર હતા, ત્યાં જ પુત્ર કમ્પાઉન્ડરનું કામ કરતો હતો, અને સમી શહેરની મહિલાઓ સાથે ક્લીકમાં જ કામલીલા કરતા હતા. આ શરમજનક ઘટનાથી લોકો રોષે ભરાયા અને ડોક્ટર પિતા પુત્રને માર મારી નિર્વસ્ત્ર કરી મુંડન કરી દીધુ છે.
સ્થાનિક લોકોએ પિતા પુત્રને સજા આપી પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને પિતા-પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્વાહી શરૂ પૂછપરછ હાથ ધરી છે. આ મુદ્દે મહિલા આયોગ પણ મહિલાઓને ન્યાય માટે સામે આવી ગયું છે, અને પિતા-પુત્રને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર