ન્યૂઝ18 ગુજરાતી : પાટણ જિલ્લાનાં સમી ખાતે ડોકટર મહેન્દ્ર એમ. મોદી અને તેના પુત્ર કિશન પાસે સારવાર કરાવવા આવેલી મહિલા દર્દીઓ સાથે દુષ્કર્મનાં વીડિયો વાઇરલ થવાની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલાની તપાસમાં અનેક ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. ડોક્ટર અને તેના પુત્રની કામલીલાનાં વીડિયોને તેના જ પહેલાનાં કમ્પાઉન્ડર મોસીમ ઉર્ફે ઇરફાન યાસીને વાયરલ કર્યા હતાં. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. કમ્પાઉન્ડરને સમી જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં અન્ય પણ વિગતો બહાર આવશે.
કમ્પાઉન્ડર મોસીમ ઉર્ફે ઇરફાન પઠાણ મહેન્દ્ર મોદીના દવાખાનામાં આઠ વર્ષથી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. આને પાંચ વર્ષ પહેલા વીડિયો ઉતારવાની શરૂઆત કરી હતી. તેને કબૂલાત કરી છે કે તેણે અત્યારસુધી 16 વિડીયો ઉતાર્યા છે. જેમાં આઠ વીડિયો તેનો જુના સેમસંગ મોબાઇલમાં ઉતાર્યા હતા. જે મોબાઈલ ત્રણ વર્ષ પહેલાં વેચી અને અન્ મોબાઇલ લીધો હતો. અન્ય વીડિયો પણ સેમસંગ જે સેવન મોબાઇલમાં ઉતાર્યા હતા. જે વીડિયો પણ સમીના અન્ય વ્યક્તિને તેનું મેમરીકાર્ડ આપી કોપી મરાવી પરત મેળવી લીધું હતુ.
છ મહિનાથી કમ્પાઉન્ડરને ડોક્ટર સાથે બોલાચાલી થતા નોકરી છોડી દીધી હતી. વીડિયો વાયરલ થયાની ફરીયાદો દાખલ થતાં તેણે મોબાઇલમાંથી વીડિયો ડિલીટ કરી દીધો હતો. તેને શુક્રવારના રોજ સમી કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર