Home /News /north-gujarat /

પાટણ આત્મવિલોપન કેસઃ ગૃહવિભાગે મુખ્યમંત્રી કાર્યાલયને સોંપ્યો પ્રાથમિક રિપોર્ટ

પાટણ આત્મવિલોપન કેસઃ ગૃહવિભાગે મુખ્યમંત્રી કાર્યાલયને સોંપ્યો પ્રાથમિક રિપોર્ટ

બંધને પગલે પાટણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

પાટણ આત્મવિલોપન કેસમાં PASSએ પણ ઝંપલાવ્યું છે. આ મામલે પાસના કન્વિનર અતુલ પટેલ અને નરેન્દ્ર પટેલે મેવાણી સાથે જોડાયા છે.

  ગુરુવારે પાટણ કલેક્ટર કચેરી ખાતે એક દલિત વૃદ્ધે આત્મહત્યાના પ્રયાસ મામલે શુક્રવારે પાટણ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. શહેરમાં ઠેર ઠેર દલિત લોકો માર્કેટ બંધ કરવા ઉતરી આવ્યા હતા. તો અમુક જગ્યાએ ટાયરો સળગાવ્યાના પણ અહેવાલ મળી રહ્યા છે. આ મામલે દલિતોને એક થવાની હાંકલ કરનાર વડગામના ધારાસભ્ય તેમજ દલિત નેતા જિગ્નેશ મેવાણી પણ આજે બંધને પગલે પાટણ પહોંચ્યા હતા. તેમણે પાટણ જિલ્લા કલેક્ટરને મળીને તેમને પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. તો બીજી તરફ પાટણ આત્મવિલોપન કેસમાં PASSએ પણ ઝંપલાવ્યું છે. આ મામલે પાસના કન્વિનર અતુલ પટેલ અને નરેન્દ્ર પટેલે મેવાણી સાથે જોડાયા છે. ગૃહવિભાગે પણ આ મામલે મુખ્યમંત્રી કાર્યાલયને પોતાનો પ્રાથમિક રિપોર્ટ સોંપી દીધો છે.

  પાટણ કેસને લઈને ગૃહ વિભાગ સક્રિય

  પાટણ આત્મવિલોપનને લઈને ગૃહ વિભાગ સક્રિય થયું છે. સીએમ રૂપાણીના આદેશ બાદ ગૃહવિભાગે પોતાનો પ્રાથમિક રિપોર્ટ સીએમઓને સોંપ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પીડિત પરિવાર અને ભાનુભાઈ વણકરનો ફોન છેલ્લા ત્રણ દિવસથી બંધ હતો. આ અંગે પોલીસ છેલ્લા ત્રણ દિવસથી પરિવારની શોધખોળ કરી રહી હતી, પરંતુ તેઓ મળ્યા ન હતા. પાટણ પોલીસ કચેરી ખાતે ત્રણ પૈકી બે લોકોની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે ભાનુભાઈ વણકર જિલ્લા પંચાયતના પાછળના ભાગમાંથી સળગતી હાલતમાં કલેક્ટર કચેરીમાં પ્રવેશ્યા હતા. જાતને આગ ચાંપી લેનાર ભાનુભાઈને જમીન સાથે કોઈ લેવા-દેવા નથી. ભાનુભાઈ ફરિયાદ કરનારને મદદ કરી રહ્યા હતા. પાટણ પોલીસે ગૃહવિભાગને આપેલી માહિતીની પગલે આ રિપોર્ટ તૈયાર કરીને સીએમઓને મોકલવામાં આવ્યો છે.

  પીએમઓએ લીધી નોંધ

  પાટણના બનાવની નોંધ વડાપ્રધાન કાર્યકાલયે પણ લીધી છે. આ અંગે સરકારે શું પગલા લીધા તે અંગેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને મોકલવામાં આવશે. ઉપરાંત રાજ્ય સરકારે આઈબીને અલગથી એક તપાસ રિપોર્ટ તૈયાર કરવાનું પણ કહ્યું છે.

  PIને સસ્પેન્ડ કરવાની માગણી

  દલિત વૃદ્ધના આત્મવિલોપનના પ્રયાસના કેસમાં જીગ્નેશ મેવાણી પાસને કન્વિનરો સાથે પાટણ કલેક્ટરને રજુઆત કરવા માટે પહોંચ્યા હતા. જેમાં તેમણે પાટણ બી ડિવિઝનના PIને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. મેવાણીની રજુઆત બાદ કલેક્ટર અને એસપી વચ્ચે આ મુદ્દે બંધ બારણે બેઠક મળી હતી.

  સારવારનો તમામ ખર્ચ સરકાર ભગવશેઃ રૂપાણી

  બીજી તરફ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા સીએમ વિજય રૂપાણીએ કહ્યું છે કે, 'પાટણમાં જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે. દલિત વૃદ્ધની સારવાર માટે જે પણ ખર્ચ થશે તે સરકાર દ્વારા ભોગવવામાં આવશે. ઘટનામાં દોષિત હશે તેની સામે પગલા ભરવામાં આવશે. સરકાર આ મુદ્દે ખૂબ જ ગંભીર છે. આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવાની કોઈ જરૂર નથી. આ મામલે તપાસની જવાબદારી ચીફ સેક્રેટરીને સોંપવામાં આવી છે.'

  ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડીઃ કોંગ્રેસ

  પાટણની ઘટના બાબતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા કહ્યું હતું કે, 'ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી ગઈ છે. પાટણમાં જે ઘટના બની છે કે ખૂબ જ કમનસિબ છે. રાજ્યમાં દલિત અને પછાત વર્ગના લોકો સામે જુલમ વધતો જઈ રહ્યો છે. આ બનાવ બનવા પાછળ રાજ્યસરકાર જવાબદાર છે, તેમણે માફી માંગવી જોઈએ. ઉપરાંત સરકારે જવાબદારી અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ.'

  બંધ મુદ્દે 25ની અટકાયત

  શુક્રવારે પાટણ બંધની જાહેરાત મુદ્દે દેખાવો કરી રહેલા 25 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહકન્વિનર યશ મકવાણા, ફેનિલ મેવાડા તેમજ પ્રકાશ મકવાણાનો સમાવેશ થાય છે. આ લોકોની દેખાવો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ તેમને પાટણ જીઆઈડીસી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

  વાંચોઃ આત્મવિલોપનની આગઃ પાટણની ઘટનાથી રૂપાણી નારાજ, માંગ્યો રિપોર્ટ
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Home ministry, Vijay Rupani

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन