પાટણઃ કોંગ્રેસ MLAની દાદાગીરી, ચીફ ઓફિસરને માર્યો લાફો

News18 Gujarati
Updated: April 27, 2018, 2:48 PM IST
પાટણઃ કોંગ્રેસ MLAની દાદાગીરી, ચીફ ઓફિસરને માર્યો લાફો
પાટણમાં કોંગ્રેસના ધારાસભ્યની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ચીફ ઓફિસરને લાફો માર્યાની ઘટના બની છે.

પાટણમાં કોંગ્રેસના ધારાસભ્યની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ચીફ ઓફિસરને લાફો માર્યાની ઘટના બની છે.

  • Share this:
ગુજરાત રાજ્યમાં પાણી માટે મહિલાઓ વચ્ચે માટલા યુદ્ધ થવા સામાન્ય બની ગયા છે બીજી તરફ પાણીને લઇને ખેડૂતો માટે પણ રોષ જોવા મળે છે. સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ વચ્ચે પણ ક્યારેક તૂતૂમેંમેં થતી નજરે પડે છે. આવો જ એક કિસ્સો પાટણમાં બન્યો છે. જ્યાં ધારાસભ્યએ સામાજિક પ્રસંગમાં ચીફ ઓફિસરને લાફો માર્યો છે.

પાટણમાં કોંગ્રેસના ધારાસભ્યની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ચીફ ઓફિસરને લાફો માર્યાની ઘટના બની છે. ચીફ ઓફિસરને લાફો માર્યાની ઘટનાનો વીડિયો ભારે વાયરલ થયો છે. મળતી માહિતી પ્રમાણે ધારાસભ્ય ચંદનજી ઠાકોરના ઘરે સામાજીક પ્રસંગ હતો.પ્રસંગ દરમિયાન પાણીની ફરિયાદને પગલે ચીફ ઓફિસર અને એન્જિનિયર તેમના ઘરે ઘયા હતા. જ્યાં ધારાસભ્ય અને ચીફ ઓફિસ વચ્ચે સામાન્ય તકરાર થઇ હતી. તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ધારાસભ્ય ચંદનજી ઠાકોર ભાન ભૂલ્યા હતા. અને ઉશ્કેરાઇને ચીફ ઓફિસરને લાફો મારી દીધો હતો. આ ઉપરાંત સ્થળ ઉપર હાજર કિરિટ પટેલે પણ ચીફ ઓફિસરને ગાળો બોલી હોવાનું પણ સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે.વધુ મળતી માહિતી પ્રમાણે આ અંગે ચીફ ઓફિસર કંઇ પણ બોલવા માંગતા નથી જોકે, આ ઘટનાથી પાલિકાના કર્મચારીઓ ચીફ ઓફિસરની પડખે ઊભા થયા છે. ચીફ ઓફિસરના બચાવમાં પાલિકાના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે.

ધારાસભ્યની દાદાગીરી સામે પાલિકાના કર્મયારીઓ ન્યાયની માગણી સાથે હડતાળ ઉપર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, પાલિકાના કર્મચારીઓની હડતાળના પગલે પાલિકાની તમામ શાખાનું કામકાજ બંધ રહ્યું હતું. શાખાના રૂમના દરવાજે તાળા લટકી રહ્યા છે.
First published: April 27, 2018
વધુ વાંચો
अगली ख़बर