પાટણઃ અકસ્માતનો live video, ફૂલ સ્પીડે જતી કારે રાહદારીને ઉડાવ્યો, ચમત્કારી બચાવ

સીસીટીવી પરથી તસવીર

વીડિયોમાં દેખાય રાયચંદ પટેલ અને દિલીપસિંહ ઝાલા ચાલતા જઈ રહ્યા છે ત્યારે પાછળથી આવેલી કારે દિલીપસિંહને ટક્કર મારી હતી. અને તેઓ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા જોકે, તેઓ થોડીવારમાં બેઠા થયા હતા.

 • Share this:
  અશરફ ખાન, પાટણઃ અકસ્માતની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે પાટણ (Patan) એક અકસ્માતની (Accident) ઘટના બની હતી. જમીને મિત્ર સાથે આંટો મારવા નીકળેલા વ્યક્તિને કાર ચાલકે અડફેટે (car hit two men) લીધા હતા. જોકે, આ ઘટનામાં સદનસીબે તેઓ બચી ગયા હતા. અને પગે ઇજાઓ પહોંચ્યી હતી. આ સમગ્ર ઘટના નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. ઈજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકને પકડવા માટેની કાર્યવાહી હાથધરી છે.

  મળતી માહિતી પ્રમાણે પાટણ અનાવાડા રોડ ઉપર આવેલી અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતા રાયચંદ મોહનભાઈ પટેલ અને તેમનો મિત્ર દિલીપસિંહ ધીરુભાઝાલા રાત્રિના સમયે ચાલવા નીકળતા હતા.

  આ સમયે એક અજાણ્યો કારચાલક પાટણ તરફથી બેફામ કાર હંકારી અનાવાડા તરફ જતો હતો અને તેણે દિલીપસિંહને કારની ટક્કર મારી હતી. જ્યારે રાયચંદ પટેલ બચી ગયા હતા. જેથી દિલીપસિંહ ઝાલા હવામાં ફંગોળાઈને રોડ ઉપર પટકાતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

  આ પણ વાંચોઃ-સુરતઃ લુખ્ખાઓના આંતકનો live video, અંગત અદાવતમાં 25થી વધુ લોકોએ હોટલમાં કરી તોડફોડ

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

  સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વીડિયોમાં દેખાય રાયચંદ પટેલ અને દિલીપસિંહ ઝાલા ચાલતા જઈ રહ્યા છે ત્યારે પાછળથી આવેલી કારે દિલીપસિંહને ટક્કર મારી હતી. અને તેઓ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા જોકે, તેઓ થોડીવારમાં બેઠા થયા હતા.

  આ પણ વાંચોઃ-પતિની 'ઐયાશી'થી કંટાળીને પત્નીએએ ઊંઘમાં જ પતિનું કાપી નાંખ્યું ગુપ્તાંગ, પછી કરી નાંખી હત્યા

  આ પણ વાંચોઃ- ગીર સોમનાથઃ આલિદરનાઅઢી માસના વિવાનને દુર્લભ બીમારી, રૂ.16 કરોડના ઇન્જેક્શનની જરૂર, માતા-પિતાએ મદદ માટે હાથ ફેલાવ્યા

  પોતાના મિત્ર એવા રાયચંદ પટેલે તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. આ મામલે રાયચંદ પટેલે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુ મળતી પ્રમાણે દિલીપસિંહ ઝાલા સ્થાનિક પત્રકાર છે.  તેઓ સ્થાનિક અખબરામાં પત્રકારની ફરજ બજાવે છે. ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી તપાસીને અજાણ્યા કાર ચાલકને પકડવા માટેની તજવીજ હાથધરી છે.
  Published by:ankit patel
  First published: