પાટણઃકુખ્યાત બુટલેગરની અપહરણ બાદ કરપીણ હત્યા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 1, 2017, 5:18 PM IST
પાટણઃકુખ્યાત બુટલેગરની અપહરણ બાદ કરપીણ હત્યા
પાટણઃઉતર ગુજરાતમાં છેલ્લા ૧૬ વર્ષથી બુટલેગર તરીકે કુખ્યાત થયેલ કનું ઝાલાની ફક્ત ચાર જ કલાકમાં પોતાના ઘરેથી અપહરણ કરી હત્યા કરી લાશ ફેકી દેવાઇ છે..સમગ્ર ઘટના મામલે ડી વાય એસ પીની નિગરાનીમાં ટીમો બનાવી ઝીણવટ ભરી તપાસ શરૂ કરાઇ છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 1, 2017, 5:18 PM IST
પાટણઃઉતર ગુજરાતમાં  છેલ્લા ૧૬ વર્ષથી બુટલેગર તરીકે કુખ્યાત થયેલ કનું ઝાલાની ફક્ત ચાર જ કલાકમાં પોતાના ઘરેથી અપહરણ કરી હત્યા કરી લાશ ફેકી દેવાઇ છે..સમગ્ર ઘટના મામલે ડી વાય એસ પીની નિગરાનીમાં ટીમો બનાવી ઝીણવટ ભરી તપાસ શરૂ કરાઇ છે.

પાટણના શ્રમ જીવી વિસ્તારમાં રહેતા કનું ઝાલા છેલ્લા કેટલાય વર્ષોથી ખુલ્લે આમ દારૂનો ધંધો કરી સમગ્ર જીલ્લામાં કુખ્યાત બન્યો હતો. તો ૨૦૦૪ માં એક હત્યામાં તે મુખ્ય આરોપી તરીકે પણ પોલીસે તેની ધર પકડ કરી હતી. પરંતુ પુરાવા ના અભાવે તે નિર્દોષ જાહેર થયો હતો. ત્યાર બાદ અનેક વખત દારૂ ના માલ સહીત દારૂના કેસોમાં તેનું નામ ઉછ્ળું હતું અને ધીમે ધીમે શહેર સહિત જીલ્લા અને ઉતર ગુજરાત માં તે કુખ્યાત બુટલેગર તરીકે ની છાપ ધરાવતો હતો.

ત્યારે ગતરોજ રાત્રીના સમયે પોતાના ઘરે સુતો હતો ત્યારે  ગાડીમાં સવાર થઇ ૫ અજણ્યા ઈસમો આવી કનું ઝાલાનું અપહરણ કરી ગયા હતા અને આ બાબત ની જાણ તેમના પરિવારજનો થતા પોલીસને જાણ કરી હતી ત્યારે આજે સવારે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે પગ અને હાથ ભાગ પર ઘા  કરેલ તેમજ મૂઢ માર મારેલ કનું ઝાલાનો મુતદેહ શહેરના હાંસાપુર નજીક હાઇવે પર ફેકી દીધેલ હાલતમાં આસપાસ ના રહીશો એ જોતા તેમને પોલીસને   જાણ કરી હતી.

કનું ઝાલાની  હત્યા પાછળ તેમના પરિવાર જનો દ્વારા શહેરના ત્રણ વ્યક્તિઓ પર શંકા હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેમાં ગત રાત્રીએ  પોતાના ઘરની બહાર આવેલ એક સિનેમા ઘર આગળ શહેરના દિનેશ જોશી, ભરત જોશી, કિરણ જોશી સહીત અન્ય એક ઇસમ સાથે અગમ્ય કારણો સર મારામારી થઇ હતી અને જેમાં કનું ઝાલા દ્વારા એક વ્યક્તિને તલવાર પણ મારી હતી. ત્યાર બાદ રાત્રી ના એક વાગ્યાના સુમારે તેમનું અપહરણ કરી અને તેની હત્યા કરી હોવાનું આક્ષેપ કરી રહ્યા છે.

 
First published: May 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर