પાટણઃ ખેડૂતે એરંડાની આડમાં અઢી વિઘામાં વાવ્યો ગાંજો, ધરપકડ

News18 Gujarati
Updated: February 24, 2019, 3:23 PM IST
પાટણઃ ખેડૂતે એરંડાની આડમાં અઢી વિઘામાં વાવ્યો ગાંજો, ધરપકડ

  • Share this:
પાટણ એસઓજી ટિમ અને હારિજ પોલીસને પીપલાણા ગામની સીમમાં એક ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે મળી હતી.જેના આધારે બપોરના સુમારે સંયુક્ત રેડ કરતાં બે થી અઢી વિધા ખેતી જમીનમાં એરંડાની આડમા વાવેતર કરેલા ગાંજો અને અફીણનો જથ્થો ઝડપતા વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

હારીજ તાલુકાના પીપલાણાના ખેડૂત જીવણજી સરતાનજીના ભલાણા માર્ગે આવેલા તળાવ બાજુના બે થી અઢી વિઘાના ખેતરમાં એરંડાના વાવેતર વચ્ચે વચ્ચે ગાંજો તેમજ અફીણના ડોડવાના વાવેતર કર્યું હતુ જે પોલીસને બાતમી મળતાં એસ.ઓ.જી પી.આઈ.ડી.એચ.ઝાલા રાધનપુર સી.પી.આઈ.રાઠવા અને હારીજ પી.એસ.આઈ.એચ.એલ.જોશી તેમજ પોલીસ સ્ટાફે બપોરના સુમારે સંયુક્ત રેડ કરતાં અંદાજિત 500 કિલો લીલો ગાંજો તેમજ ગાજા ભેગોજ અફીણના છોડ ઝડપી પાડી ખેડૂત જીવણજી સરતનજી ઠાકોરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હારિજ પી.એસ.આઈ.એચ.એલ.જોશીના જણાવ્યા મુજબ સમગ્ર લીલો ગાંજો પોલીસ સ્ટાફ જોડે કાપણી કરાવવામા આવ્યો છે. જે જથ્થાને વજન કરવાની કર્યવાહી કરી તેની કિંમત નક્કી કરી એન.ડી.પી.એસ.મુજબ ગુનો નોંધવામાં આવશે. આગળની કાર્યવાહી હાથ ધરાશે.
First published: February 24, 2019, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading