Home /News /north-gujarat /Video: પાટણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ વધુ એકવાર વિવાદમાં, કમાનું નામ લેતાં જ વીડિયો વાયરલ થયો
Video: પાટણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ વધુ એકવાર વિવાદમાં, કમાનું નામ લેતાં જ વીડિયો વાયરલ થયો
કિરીટ પટેલે કમાની મજાક ઉડાવી
Video: પાટણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન સંબોધનમાં કમા વિશે કંઈક બોલતા જ તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.
પાટણઃ પાટણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન સંબોધનમાં કમા વિશે કંઈક બોલતા જ તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.
શું કહ્યુ કમા વિશે?
તેમણે વીડિયોમાં કહ્યુ હતુ કે, ‘તમે કયા વિકાસની વાત કરો છો? 27 વર્ષ પછી. 27 વર્ષ પછી તમારે કમાને સ્ટાર પ્રચારક બનાવવો પડે તો તમે કમાને ટિકિટ આપી તેને ધારાસભ્ય બનાવો, તમામરા સીએમ બનાવો એટલે ગુજરાતનો વિકાસ થશે.’
આ ઉપરાંત તેમણે ધારાસભ્યની પણ વિચિત્ર વ્યાખ્યા આપી હતી. તેમણે કહ્યુ હતુ કે, ‘ધારાસભ્ય કાં તો સાવ ચોખ્ખા જોઈએ, કાં તો સાવ લુખ્ખા જોઈએ.’ આમ તો કિરીટ પટેલ અને વિવાદ બંને એકબીજાના પર્યાય કહી શકાય. તેઓ અવારનવાર વિવિધ નિવેદનને લઈને વિવાદમાં આવતા જોવા મળે છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર