Home /News /north-gujarat /પાટણ આત્મવિલોપન: મામલો બન્યો ગંભીર, અરજદારની સ્થિતિ નાજૂક

પાટણ આત્મવિલોપન: મામલો બન્યો ગંભીર, અરજદારની સ્થિતિ નાજૂક

પાટણ: કલેક્ટર કચેરી ખાતે જમીનવિવાદ મામલે આત્મવિલોપનનો એક વ્યક્તિ દ્વારા પ્રયાસ.

  સરકારી કચેરીઓ અને સરકારી અધિકારીઓ કેટલા હદે નફ્ફટ અને આળસું થઈ ગયા છે, તેનો એક નવો ઉદાહરણ સામે આવ્યો છે. પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ દુદખા ગામના પરિવારે પોતાની જમીન તેમના નામે કરાવવા માટે પોતાના પગ ઘસી નાંખ્યા પરંતુ જમીન તેમના નામે ના થઈ તે ના જ થઈ.. અંતિ પરિવારે કંટાળીને આત્મવિલોપનની કોશિશ કરી છે. અરજદાર મહિલા અને તેમના બે સાથીદારોએ મળીને આત્મવિલોપનની ચિમકી આપતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.  જોકે, આત્મવિલોપન કરનારાઓમાં ભાનુપ્રસાદ જેઠાલાલ પરમારે  આત્મવિલોપનનો પ્રયાસ કરતાં ગંભીર રીતે દાઝી જેવાથી તેમને ગાંધીનગર એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિને ગંભીર બતાવવામાં આવી રહી છે.


  આ સાથે જ આ મુદ્દો રાજકિય રંગ પણ પકડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે, આત્મદાહ કરનાર ભાનુપ્રસાદને મળવા માટે ધારાસભ્ય હિતુ કનોડિયા હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં તેમની સાથે નરેશ કનોડિયા પર હાજર રહ્યાં હતા. જોકે, બંનેના વિરોધમાં નારાઓ લાગતા તેમને ત્યાંથી ભાગવું પડ્યું હતું.


  તે ઉપરાંત જિજ્ઞેશ મેવાણી પણ ભાનુપ્રસાદની તબિયત પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં તેને વિજય રૂપાણી પાસે રાજીનામાની માંગ કરી છે. તે ઉપરાંત પાટણ કલેક્ટર અને જીલ્લા પોલિસ વડાને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. જિજ્ઞેસ મેવાણીએ સમગ્ર દલિત સમાજને રોડ પર ઉતરી આવવાની હાંકલ પણ કરી છે. તેવામાં આવનારા દિવસોમાં આ મામલો રાજકિય રંગ પણ પકડી શકે છે.


  અસલમાં વાત તેવી છે કે, સમની દુદ્ખા ગામના રહવાસી હેમાબેન કાન્તિભાઈ વણકરના પરિવારે 2015થી જમીન રેગ્યુલાઈઝેશન કરવા ગાંધીનગર મહેસૂલ વિભાગ અને પાટલ ક્લેક્ટર કચેરીની ઓફિસમાં અરજી કરી હતી. પરંતુ આપણી પ્રણાલી અને પ્રક્રિયા એટલી નિષ્ક્રિય થઈ ગઈ છે કે, 2015માં કરેલી અરજીનો નિકાલ 2018નો વર્ષનો એક મહિનો વીતિ ગયો હોવા છતાં આવ્યો નથી. આથી વર્ષોથી પૈસાનું પાણી કરીને ધક્કા ખાઈને કંટાળેલા પરિવારે અંતે આત્મવિલોપન લેવાનો નિર્ણય લઈને જિલ્લા ક્લેક્ટર, મુખ્યમંત્રી અને અન્ય વિભાગોમાં જાણ કરવા માટે લેટર રવાના કર્યા હતા.


  અરજદાર હેમાબેન તેમજ તેમના સ્નહીજન રામાભાઈ મધાભાઈ ચમાર, ભાનુપ્રસાદ જેઠાલાલ વણકર દ્વારા 15 ફેબ્રઆરીના રોજ પાટણ જિલ્લા કચેરી આગળ આત્મવિલોપન કરવાની કોશિશ કરી હતી. અરદજદારે લખેલા લેટર જિલ્લા ક્લેક્ટર, મુખ્યમંત્રી અને અન્ય વિભાગોમાં એટેમ બોમ્બની જેમ પડ્યા હતા અને પોલીસ અંતે દોડતી થઈ ગઈ છે


  આમ સામાન્ય માણસ અંતે કંટાળીને આવા જ પલગાઓ ભરતો હોય છે, પરંતુ સરકારના પેટનું પાણી પણ હાલતું નથી. તેવામાં સરકાર હેમાબેનના કેસમાં કેવો વલણ અપનાવે છે, તે આવનારા દિવસોમાં જોવા મળશે. આમ છેલ્લા ત્રણેક વર્ષોથી સરકારી કચેરીઓના પગથિયા ઘસી નાંખનાર પરિવારને હજું કેટલા સમય સુધી ન્યાય માટે રાહ જોવી પડે છે, તે તો હવે આવનાર સમયમાં જ બતાવશે.
  Published by:Sanjay Joshi
  First published:

  Tags: Attempt to suicide, Banaskantha, ગુજરાત, પાટણ

  विज्ञापन
  विज्ञापन