પાટણઃ પોલીસને ચકમો આપી હોસ્પિટલમાં દુષ્કર્મનો આરોપી ફરાર

News18 Gujarati
Updated: June 4, 2019, 12:20 PM IST
પાટણઃ પોલીસને ચકમો આપી હોસ્પિટલમાં દુષ્કર્મનો આરોપી ફરાર
પ્રતિકાત્મક તસવીર

પાટણના ધારપુર મેડિકલ હોસ્પિટલમાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થયો હતો. પોલીસે તેને પકડવાની તજવીજ હાથધરી છે.

  • Share this:
યશવંત પટેલ, વડોદરાઃ આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ફરાર થતા હોવાની ઘટનાઓ છાસવારે બની છે. આવી જ એક ઘટના પાટણમાં બની છે. પાટણના ધારપુર મેડિકલ હોસ્પિટલમાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થયો હતો. પોલીસે તેને પકડવાની તજવીજ હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે વિષ્ણુ ઠાકોર નામનો દુષ્કર્મ કેસના આરોપીને મેડિકલ સારવાર માટે ધારપુર મેડિકલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જોકે, વિષ્ણુ ઠાકોરે પોલીસને ચકમો આપીને મોડી રાત્રે ધારપુર હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થતાં પોલીસનું માથું શરમથી ઝુકી ગયું હતું.

ધારપુર હોસ્પિટલમાંથી મોડી રાત્રે ફરાર વિષ્ણુ ઠાકોરને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને વિષ્ણુને પકડવા માટે દોડાવી હતી.
First published: June 4, 2019, 12:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading