પાટણઃ માર્કેટ યાર્ડમાં પ્લૉટ નંબર 116ના ગોડાઉનમાંથી વાન ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાવાના સમાચાર મળ્યા છે. માર્કેટ યાર્ડમાં શંકાસ્પંદ ગાડી આવતાં ચેરમેને કંઈ શંકા જતાં આની જાણ પોલીસને કરતાં સમગ્ર બનાવ બહાર આવ્યો છે.
મળતી વધુ વિગત મુજબ, ગુજરાતમાં હવે તો દારૂનો ધંધો રોકટોક વગર ચાલે છે. ગુજરાતમાં દારૂબંધી છતાં રોજેરોજ વિદેશી દારૂ પકડાવાના સમાચાર આપણને જાણવા મળે છે. હજી ગઈ કાલે જ પોલીસે ડીસા-પાટણ હાઈવે પરથી દારૂ ભરેલું જીપડાલુ ઝડપી લીધું હતું, પોલીસે દારૂ સહિત અંદાજે રૂ.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ત્રણ આરોપીની અટકાયત કરી હતી. આજે ફરી પાટણમાંથી દારૂનો મોટો ઝડપાયો છે. પાટણ માર્કેટ યાર્ડમાં પ્લૉટ નંબર 116ના ગોડાઉનમાં વાન રાખવામાં આવી હતી. માર્કેટ યાર્ડના ચેરમેનને ગાડીમાં કંઈ હોવાની શંકા જતાં તેમણે તરત આની જાણ પોલીસને કરી દીધી હતી. માહિતી મળતાં પાટણ LCB પોલીસે માર્કેટ યાર્ડમાં દરોડા પાડ્યા હતા. પોલીસે ગોડાઉનમાં ઊભી રાખેલી વાનની તપાસ કરતાં એમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ મળ્યો છે.
પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ગોડાઉનના માલિક વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા કરી રહી છે. પકડાયેલા દારૂ કુલ કેટલી કિંમતનો હતો એ હજુ જાણવા મળ્યું નથી.