પાટણઃ સાઉદીથી આવેલાં દંપતીનું સ્વાઈન ફ્લૂની સારવાર દરમિયાન મોત

News18 Gujarati
Updated: February 12, 2018, 5:16 PM IST
પાટણઃ સાઉદીથી આવેલાં દંપતીનું સ્વાઈન ફ્લૂની સારવાર દરમિયાન મોત
પાટણઃ સાઉદી અરેબિયાથી આવેલાં દંપતીનું સ્વાઈન ફ્લૂનથી સારવાર દરમિયાન મોત.
News18 Gujarati
Updated: February 12, 2018, 5:16 PM IST
પાટણઃ સાઉદી અરેબિયાથી ચાર મહિનાના વિઝા લઈને આવેલાં દંપતીનું સારવાર દરમિયાન સ્વાઈન ફ્લૂને કારણે ધારપુર સિવિલ હોસ્પિટલમાં મોત થયું હોવાની માહિતી મળી છે. સ્વાઈન ફ્લૂના કેસો નોંધાતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું.

મળતી વધુ વિગત મુજબ, વર્ષોથી સાઉદી અરેબિયામાં રહેતું અને 4 મહિનાના વિઝિટર વિઝા પર આવેલું દંપતી હાલ પાટણમાં કાલીબજારમાં રહેતું હતું. આજે ધારપુર સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂને કારણે પતિનું સારવાર દરમિયાન મોત થયું હતું. બે દિવસ પહેલાં પત્નીનું સારવાર દરમિયાન સ્વાઈન ફ્લૂથી મોત થયું હતું. સાઉદી અરેબિયાથી આવેલાં દંપતીનું સ્વાઇન ફ્લૂને કારણે મોત થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

First published: February 12, 2018
पूरी ख़बर पढ़ें
अगली ख़बर