પાટણમાં ટાયરો બાળી વિરોધ દરમિયાન એક મહિલા કાર્યકર્તા દાઝ્યા

News18 Gujarati
Updated: February 18, 2018, 4:51 PM IST
પાટણમાં ટાયરો બાળી વિરોધ દરમિયાન એક મહિલા કાર્યકર્તા દાઝ્યા

  • Share this:
પાટણ પ્રકરણમાં આત્મવિલોપન કરનાર ભાનુભાઇ વણકરના મૃત્યુ બાદ સતત બીજા દિવસે રવિવારે પણ રાજ્યમાં સ્થિતિ તંગ છે. ખાસ કરીને અમદાવાદ-ગાંધીનગરના બંધના એલાનને પગલે સરસપુર પાસેથી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની અટકાયત કરવામાં આવી હતી. જેના પડઘા ગાંધીનગર, મહેસાણા, પાટણ, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યા હતા. સમી હાઇવે પર દલિત સમાજ દ્વારા ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન સળગેલા ટાયરથી એક દલિત મહિલા દાજી ગયા હતાં. આ મહિલાને સમી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.

ઠેર ઠેર વિરોધ
આ મામલે વાડજમાં આગચંપી, ઊંઝા-પાટણ હાઇવે અને ગાંધીનગરમાં ચક્કાજામની ઘટના સામે આવી હતી. ખાસ કરીને પાટણ હાઇવે પર મહિલાઓ થાળી-વેલણ વગાડી વિરોધ કર્યો હતો. જેના પગલે ઘણા એસટી રૂટ બંધ કરાયા છે.

જૂના વાડજમાં આગચંપી
રવિવારે સવારે સારંગપુર ખાતેથી દલિત કાર્યકરોની અટકાયત બાદ અન્ય કાર્યકરો વાડજ પોલીસ સ્ટેશને ભેગા થયા હતા. જ્યાં જીજ્ઞેશ મેવાણીની અટકાયતના સમાચાર સામે આવ્યા બાદ કાર્યકરો ઉશ્કેરાયા હતા અને તેના વિરોધમાં વાહનોને આગચંપી હતી. ટોળાએ કાર અને બાઇકને આગચંપી વિરોધ નોંધાવ્યો હતો. ખાસ કરીને અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આજે સવારે દલિત કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. ખાસ કરીને બેઠકમાં બંધ અને પાટણ આત્મવિલોપનની સમગ્ર ઘટનાની સમીક્ષા કરાઇ હતી. જ્યારે દલિત સમાજનો રોષ ઠંડો પાડવા અને પ્રદર્શનકારીઓ વિરુદ્ધની રણનીતિ અંગે પણ ચર્ચા કરાઇ હતી. પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે તકેદારીના પગલા લેવા આદેશ કર્યો હતો.
First published: February 18, 2018, 4:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading