સિદ્ધપુર : કૂતરાએ ઘોડિયામાં સૂતેલા દોઢ માસનાં બાળકને ફાડી ખાધું

News18 Gujarati
Updated: July 31, 2019, 2:46 PM IST
સિદ્ધપુર : કૂતરાએ ઘોડિયામાં સૂતેલા દોઢ માસનાં બાળકને ફાડી ખાધું
સિદ્ધપુરમાં એક કાળજુ કંપાવી નાંખે તેવી ઘટના સામે આવી છે.

માતાપિતાને આ બાળક કેટલીય બાધા આખડીઓ રાખીને ટેસ્ટ ટ્યુબ બેબીથી આવ્યો હતો.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : સિદ્ધપુરમાં એક કાળજુ કંપાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. ઘરમાં દોઢ માસનાં બાળકને માલિશ કરીને ઘોડિયામાં સુવડાવ્યો હતો. જે બાદ તેના માતા, પિતા અને દાદી ઉપરનાં માળે ગયા હતાં. આ દરમિયાન ઘરનું બારણું ખુલ્લું રહી જતાં એક કૂતરું ઘરમાં આવીને આ કુમળા બાળકને ગળાનાં ભાગેથી ઊંચકીને ભાગી ગયું હતું. કૂતરાએ બાળકને માથામાં બચકાં ભરી મોટા મગજને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બાળકે થોડી જ મિનિટોમાં આખરી શ્વાસ લીધો હતો. માતાપિતાને આ બાળક કેટલીય બાધા આખડીઓ રાખીને ટેસ્ટ ટ્યુબ બેબીથી આવ્યો હતો. પરિવાર, પાડોશીમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

આ પણ વાંચો : પાટણ ડોક્ટરની કામલીલાઃ મહેન્દ્ર મોદીનો ITI કરેલો પુત્ર ચલાવતો ક્લિનિક !

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં બ્રાહ્મણીયાપોળમાં રહેતા તેજસભાઇ ઘોરીનાં દોઢ માસનાં બાળક ક્રિસીવને આ સોમવારે બપોરે 11 વાગ્યા પછી માલીશ કરીને સુવડાવી દીધો હતો. જે બાદ તેજસભાઇને કોઇ કામ હોવાને કારણે પત્ની અને માતાને ઉપરનાં માળે લઇ ગયા હતાં. બાળક તો સુતું હતું પરંતુ થોડુ બારણું ખુલ્લુ રહી ગયું હતું. આ દરમિયાન બહાર રખડતું કૂતરૂં ઘરમાં ઘુસીને નવજાત બાળકને લઇ ગયું હતું. તેમના ઘરેથી થોડી જ દૂર થોડા છોકરાઓએ આ જોતાની સાથે બૂમો પાડી અને કૂતરું બાળકને ત્યાં જ છોડીને ચાલ્યું ગયું.

આ પણ વાંચો : કચ્છ: જળસંચયનો ઉત્તમ નમૂનો, 12 એકર ખેતરમાંથી વરસાદનું ટીપુંય બહાર જતું નથી

બાદમાં તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યું હતું. ત્યાં તબીબોએ જણાવ્યું કે માથામાં ગંભીર ઇજા છે એટલે તેને મહેસાણા લઇ જવો પડશે. તબીબ પ્રમાણે બાળકનાં માથામાં ખોપડી ખુલ્લી થઇ ગઇ હતી, જેમાંથી લોહી વહી જતા શરીર ફિક્કુ પડી ગયું હતું. તેનું બે વાર તો હૃદય પણ બંધ થઇ ગયું હતું.
First published: July 31, 2019, 2:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading