Home /News /north-gujarat /

ચૂંટણી પડઘમ શાંત થાય તે પહેલા જ આવતી કાલે PM મોદી ફરી આવશે પાટણ

ચૂંટણી પડઘમ શાંત થાય તે પહેલા જ આવતી કાલે PM મોદી ફરી આવશે પાટણ

રાજ્યની લોકસભાની ચૂંટણી માટેની 26 બેઠકોનું ભવિષ્ય મંગળવારે એટલે કે 23 એપ્રિલનાં રોજ ઇવીએમમાં કેદ થઇ જશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન 26 બેઠકો પર શું પરિસ્થિતિ છે તેનો પણ તાગ મેળવશે.

  ન્યૂઝ 18 ગુજરાતી: રાજ્યની લોકસભાની ચૂંટણી માટેની 26 બેઠકોનું ભવિષ્ય મંગળવારે એટલે કે 23 એપ્રિલનાં રોજ ઇવીએમમાં કેદ થઇ જશે. ત્યારે છેલ્લી ઘડીનાં ભાગરૂપે તમામ પક્ષનાં નેતાઓ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે પીએમ મોદી પણ રવિવારે એટલે 21મી એપ્રિલનાં રોજ ફરીથી ગુજરાતમાં આવશે. તેઓ પાટણમાં સવારે 9.00 કલાકે પાટણ ખાતે સભા સંબોધશે. ચૂંટણી પ્રચારનાં પડઘમ શાંત થાય તે પહેલા તેમની સભા યોજાશે.

  ભાજપના પ્રદેશ એકમે આ જાહેરસભાને લઈ તૈયારીઓ હાથ ધરી છે. આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ કહ્યું કે, વડા પ્રધાન 21મી એપ્રિલે પાટણ ખાતે સભા સંબોધશે. બીજી તરફ સૂત્રો કહે છે કે, લોકસભા ચૂંટણીની વડાપ્રધાનની છેલ્લી સભામાં જંગી મેદની એકઠી કરવા ભાજપના હોદ્દેદારો, પ્રદેશ નેતાઓને આદેશ કરાયા છે. આ માટે ચોક્કસ જવાબદારી પણ નિશ્ચિત કરાઈ છે.

  આ પણ વાંચો: આશા પટેલનો ઓડિયો વાયરલ, 'પાટીદાર શહીદ પરિવારને પૈસા આપી દો'

  સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન 26 બેઠકો પર શું પરિસ્થિતિ છે તેનો પણ તાગ મેળવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે-સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો ભાજપને જીતાડવા માટે મહત્તમ લોકોને મળી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાટણના કાર્યક્રમને પગલે પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા બેઠકો કબજે કરવા માટે ભાજપે કમર કસી છે.

  આ પણ વાંચો: હાર્દિકે અલ્પેશ પર કર્યો પ્રહાર, 'પરપ્રાંતિયો વખતે કરેલો વાણીવિલાસ ભૂલી ગયા?'

  આ પહેલા પણ પીએમ મોદી 17 અને 18 એપ્રિલનાં રોજ પણ ગુજરાત પ્રવાસે હતાં. બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ પહેલા હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં સભા સંબોધી હતી. આજે બીજા દિવસે સવારે અમદાવાદથી વાયુસેનાના વિમાનમાં નીકળી વડાપ્રધાન મોદી ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી તેઓ વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે અમરેલી પહોંચ્યા હતાં.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, North Gujarat Lok Sabha Elections 2019, Patan S06p03, કોંગ્રેસ, ગુજરાત, પાટણ, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन