Home /News /north-gujarat /

અનામત આંદોલનને વેગ આપવા ગુજરાતના 200ગામોમાં 8મેથી પાટીદાર ગૌરવ યાત્રા

પાટણઃ રાજ્યમાં એસ પી જી ગ્રુપ દ્વારા આવતી કાલે જેલભરો આંદોલન કરવામાં આવનાર છે તે જ રીતે પાસ સમિતિ દ્વારા પણ ઉતર ગુજરાતના પાંચ જીલ્લાઓ સાથે અમદાવાદ અને ગાંધીનગર મળી કુલ ૭ જીલ્લા ના પાસ કન્વીનરો મળી રાજ્યમાં પાટીદાર અનમાત આંદોલનના ભાગ રૂપે પાટીદાર ગોરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
પાટણઃ રાજ્યમાં એસ પી જી ગ્રુપ દ્વારા આવતી કાલે જેલભરો આંદોલન કરવામાં આવનાર છે તે જ રીતે પાસ સમિતિ દ્વારા પણ ઉતર ગુજરાતના પાંચ જીલ્લાઓ સાથે   અમદાવાદ અને ગાંધીનગર મળી કુલ ૭ જીલ્લા ના પાસ કન્વીનરો મળી રાજ્યમાં પાટીદાર અનમાત આંદોલનના ભાગ રૂપે પાટીદાર ગોરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના પૂર્વ આયોજન ભાગ રૂપે આજરોજ પાટણ શહેરમાં પાસ સમિતિ ના કન્વીનર અતુલ પટેલની અધ્યક્ષતા માં બેઠક  બોલવામાં આવી હતી. જેમાં યાત્રા ના રૂટ તેમજ તેના આયોજનો અને કાર્યકરો ની કામગીરી જેવી વિવિધ બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં હવે પાટીદાર અનામત આંદોલન ચલાવતી પાસ સમિતિ દ્વારા હવે અગામી ૮ મેં થી  ઉતર ગુજરાત ના ૫ જીલ્લા સાથે ગાંધીનગર અને અમદાવાદ જીલ્લા ના ૨૦૦ ગામોમાં આ ગોરવ યાત્રા કરવામાં આવશે .

આ યાત્રામાં પાટીદાર સમાજના લોકો સાથે સપર્ક વધારી સમાજમાં એકતા વધારી સમાજમાં રહેલ કુરીવાજો તેમજ વ્યસન જેવી વિવિધ બાબતો સાથે પાટીદાર અનામત આંદોલન ને વેગ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવશે.

આ યાત્રા નો ૮ મેંએ   પ્રારંભ પાટણ જીલ્લાના વરણા ગામે ખોડીયાર માતાજી ના મંદિરેથી થશે. અને ૨૯ મેં એ ઉમિયા માતાજી મંદિર ઊંઝા ખાતે સમાપન થશે આ યાત્રા ૨૨ દિવસ સુધી ચાલશે .અને આ યાત્રા માં હજારો પાટીદારો જોડાશે અને પાટીદાર અનામત આંદોલન ને વેગ આપશે તેવો પાસ કન્વીનરો એ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
First published:

Tags: અનામત આંદોલન, પાટીદાર આંદોલન, પાટીદાર એકતા યાત્રા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन