પાટીદારના કસ્ટોડિયલ મોત મામલે આજે ઉત્તર ગુજરાત બંધ,પાટણમાં ટાયરો સળગાવાયા

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 8, 2017, 9:25 AM IST
પાટીદારના કસ્ટોડિયલ મોત મામલે આજે ઉત્તર ગુજરાત બંધ,પાટણમાં ટાયરો સળગાવાયા
મહેસાણામાં પાટીદાર યુવકના કસ્ટોડિયલ મોત મામલે પાટીદાર સમાજ તેમજ પાસ અને એસપીજી દ્વારા બુધવારે મહેસાણા બંધનું એલાન અપાયુ હતું. જે સફળ રહ્યુ હતું. જો કે પોલીસ તેમજ સરકાર સામે રોષ વ્યક્ત કરતા આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ઉત્તર ગુજરાત બંધનું એલાન અપાયું છે. દૂધ અને શાકભાજી ના વેચવા પાસની ખેડૂતોને અપીલ કરી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 8, 2017, 9:25 AM IST
મહેસાણામાં પાટીદાર યુવકના કસ્ટોડિયલ મોત મામલે પાટીદાર સમાજ તેમજ પાસ અને એસપીજી દ્વારા બુધવારે મહેસાણા બંધનું એલાન અપાયુ હતું. જે સફળ રહ્યુ હતું. જો કે પોલીસ તેમજ સરકાર સામે રોષ વ્યક્ત કરતા આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ઉત્તર ગુજરાત બંધનું એલાન અપાયું છે. દૂધ અને શાકભાજી ના વેચવા પાસની ખેડૂતોને અપીલ કરી છે.

ptn bandh

મહેસાણામાં કેતન પટેલની હત્યાના વિરુદ્ધ આજે ચાણસ્મા બંધનું એલાન સફળ રહયુ છે.302ની ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી બંધનું એલાન અપાયું છે. જો કે પાટણમાં બંધના એલાનની આજે વહેલી સવારે મિશ્ર અસર જોવા મળી હતી. પાટણના બગવાડા દરવાજા પાસે લોકોએ ટાયર સળગાવી પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

મહેસાણામાં કસ્ટોડિયલ ડેથ મામલે રાજકારણ ગરમાયું છે.ડેપ્યુટી સીએમ નીતિન પટેલના કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તો કોંગ્રેસે પણ સરકાર પર નિશાન સાધ્યુ છે.નોધનીય છે કે, ગઇકાલે મોડી સાંજે સરકારના આદેશ બાદ મહેસાણા પોલીસે મોડીસાંજે ફરિયાદ નોધવાની તૈયારી બતાવી છે.

મામલો શું છે

મહેસાણાના બલોલ ગામમાં રહેતા કેતન પટેલની પોલીસે બે દિવસ પહેલા અટકાયત કરી હતી. તેની સામે હોટલના માલિકે તેના ગલ્લામાંથી રૂપિયા ચોરી કર્યાનો આક્ષેપ કરતી ફરિયાદ મહેસાણા પોલીસમાં નોંધવામાં આવી હતી. આ અંગે મહેસાણાની બી ડિવિઝન પોલીસે કેતન પટેલની અટકાયત કરવામાં આવી હતી. કેતન પટેલની અટકાયત કર્યા બાદ પોલીસે તેને માર માર્યો હતો. જેથી તેનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હોવાનું પરિવારે આક્ષેપ કર્યો છે,કેતનના મૃતદેહ પર માર માર્યાના નિશાન છે. 
First published: June 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर