નાના રણમાં ફાયરિંગ કરી નીલગાયના શિકારથી ખળભળાટ

News18 Gujarati
Updated: February 18, 2019, 8:07 AM IST
નાના રણમાં ફાયરિંગ કરી નીલગાયના શિકારથી ખળભળાટ
નાના રણમાં નીલગાયના શિકારથી ખળભળાટ મચ્યો, વન વિભાગ દોડતું થયું

પાટણ પાસે આવેલા કોડઘાના નાના રણમાં નીલગાયનો શિકાર કરી શિકારીઓ ફરાર થઇ ગયા છે.

  • Share this:
એક રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વન્ય જીવોની સુરક્ષા માટે કરોડો રૂપિયાની યોજના બનાવવામાં આવી રહી છે, તો બીજી બાજુ વન્ય જીવો રામભરોષે હોવાની વાત સામે આવી છે. પાટણ પાસે આવેલા કોડઘાના નાના રણમાં નીલગાયનો શિકાર કરી શિકારીઓ ફરાર થઇ ગયા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કોડઘાના નાના રણમાં ફરી રહેલી એક નીલગાય પર કેટલાક શિકારીઓએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં નીલગાયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો ઘટનાની જાણ થજા વન વિભાગની ટીમ દોડી આવી હતી, જો કે શિકારીઓ ફરાર થઇ ગયા હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ Exam સમયે આપણે કેમ વધુ ભૂલીએ છીએ અને કેમ આવે છે વધુ ઊંઘ!

હાલમાં જ બનાસકાંઠામાં વાઘ પ્રવેશ્યો હોવાની વાત સામે આવી હતી, તો તે પહેલા જૂનાગઢમાં ગુજરાતની શાન એવા એશિયાટિક સિંહોના મૃત્ય થયા હતા, ત્યારબાદથી સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે વન્ય જીવોની સુરક્ષા માટે તમામ પગલાઓ લેવામાં આવી છે, એવામાં રણમાં ફાયરિંગ કરી શિકારની ઘટનાથી અનેક સવાલો ઉભા થયા છે, હાલ તો વન વિભાગે વિવિધ ટીમ બનાવી શિકારીઓની શોધખોળ હાથ ધરી છે, ત્યારે શિકારીઓ પકડાશે ત્યારબાદ વધુ વિગતો સામે આવશે.
First published: February 17, 2019, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading