Home /News /north-gujarat /ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની પહેલ, શુભેચ્છામાં ફૂલહાર નહીં પુસ્તકો અને અને પેન આપવી?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની પહેલ, શુભેચ્છામાં ફૂલહાર નહીં પુસ્તકો અને અને પેન આપવી?
ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) સંગઠનનો એક ભાગ જાહેર કરવામાં આવ્યો છે.
Patan news: પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે કોઈ સાથી મને મળવા આવે છે. ત્યારે તેઓ પુષ્પગુચ્છ, ફૂલહાર વડે તેમની શુભેચ્છા આપે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા સેવાલક્ષી અને સમાજલક્ષી અભિગમ દાખવીને તેઓની શુભેચ્છા મુલાકાતે આવતા સાથીઓ પુષ્પગુચ્છની બદલે વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે પ્રોત્સાહિત થાય તેવા નોટબુક, પુસ્તક, સ્ટેશનરી તેમજ અન્ય વસ્તુ શુભકામના સ્વરૂપે આપે તેવો અનુરોધ કર્યો છે. જગદીશ ઠાકોરે કાર્યકર્તાઓને સંબોધન કરતો પત્ર લખી સૌ કોઇને આ અભિગમને અનુસરવા અપીલ કરી છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે કોઈ સાથી મને મળવા આવે છે. ત્યારે તેઓ પુષ્પગુચ્છ, ફૂલહાર વડે તેમની શુભેચ્છા આપે છે. પરંતુ હું ઇચ્છું છું કે શુભેચ્છા સ્મૃતિ કંઇક એવી હોય કે જેથી બીજાનું પણ શુભ થાય. આ વિચાર સાથે હું મારા દરેક સાથીને નમ્ર અનુરોધ કરું છું કે શુભેચ્છા સ્મૃતિ તરીકે વિદ્યાર્થીને તેના વિદ્યાભ્યાસ દરમિયાન જરૂરી થાય તેવી વસ્તુઓ જેમ કે પેન, પેન્સિલ, ચોપડી - ચોપડા, અર્થપૂર્ણ પુસ્તકો વગેરે જેવી વસ્તુઓ આપે. જેને ગુજરાત કોંગ્રેસ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે.” આજના સમયમાં મદદના દીવાને પ્રગટાવેલો રાખવો ખૂબ જ જરૂરી છે અને એમાં પણ વિદ્યાના દીવાને પ્રજવલ્લિત રાખનાર વિદ્યાર્થીઓને કરવામાં આવેલ મદદ શ્રેષ્ઠ મદદ છે.
ભુતકાળમાં પણ જગદીશ ઠાકોર દ્વારા ઉત્તર ગુજરાતમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી સહિત ભોજન વ્યવસ્થા પણ કરતા રહ્યા છે. પાટણના સાસંદ તરીકે રહી ચૂકેલા જગદીશ ઠાકોર યુપીએ સરકારમાં આરટીઇ ફોર્મના રાષ્ટ્રીય ચેરમેન પણ રહી ચુક્યા છે. ગરીબ પરિવારના બાળકો પણ મોટી સ્કૂલોમાં અભ્યાસ કરી શકે તે માટે યુપીએસ સરકાર દ્વારા આરટીઇ લાગુ કરવામાં આવી હતી. આમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ જગદીશ ઠાકોર દ્વારા એક નવી પહેલા શરૂ કરી છે. કારણ કે પ્રમુખ બન્યા બાદ અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ શુભેચ્છા મુલાકાતે આવતા હોય છે જેમા પૃષ્પગૃચ્છ લાવતા હોય છે. તેઓ હવે પુસ્તક ગીફ્ટમા આપવા વિનંતી કરી છે .
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર