Home /News /north-gujarat /

Monsoon 2022: પાટણમાં પ્રથમ વરસાદી ઝાપટાથી નુકસાન, માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ફરી વળ્યા

Monsoon 2022: પાટણમાં પ્રથમ વરસાદી ઝાપટાથી નુકસાન, માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ફરી વળ્યા

પાટણમાં પ્રથમ વરસાદી ઝાપટાથી શહેરની બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.

પાટણમાં પ્રથમ વરસાદી (Patan Monsoon) ઝાપટાથી શહેરની બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. રાધનપુર (Radhanpur Monsoon)માં મુખ્યમાર્ગ આવેલ બજારની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ત્યાં જ એક જ વરસાદી ઝાપટામાં રાધનપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ જણસ પલળતા વેપારી તેમજ ખેડૂતોને ભારે નુકશાન થયું છે.

વધુ જુઓ ...
    ગુજરાતમાં મેઘરાજા (Gujarat Monsoon) ની પધરામણી થઇ ગઇ છે ત્યારે ખેડૂતો (Gujarat Farmer)માં પણ આનંદ વ્યાપી ગયો છે. ગઇકાલે અમદાવાદ (Ahmedabad Monsoon) સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં મેઘો મહેરબાન (Gujarat Monsoon 2022) થયો હતો જેથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. ત્યાં જ આજે પાટણના રાધનપુરમાં પ્રથમ વરસાદે (Patan Monsoon) તારાજીના દ્રષ્યો સામે આવ્યા છે. આજે પાટણ (Patan Monsoon 2022) સહિત આજુબાજુના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે દુકાનોમાં પાણી ઘુસ્યા હતા તો માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રહેલ જણસ પલળી ગયા હતા.

    પાટણમાં પ્રથમ વરસાદી (Patan Monsoon) ઝાપટાથી શહેરની બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. રાધનપુર (Radhanpur Monsoon)માં મુખ્યમાર્ગ આવેલ બજારની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ત્યાં જ એક જ વરસાદી ઝાપટામાં રાધનપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ જણસ પલળતા વેપારી તેમજ ખેડૂતોને ભારે નુકશાન થયું છે. રાધનપુર શહેરમાં પ્રથમ વરસાદે પાલિકાની પ્રિમોન્સૂનની પોલ ખોલી નાંખી છે.



    ત્યાં જ બીજી તરફ પાટણના કેટલાક ગામડાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેના પગલે ખેતરોમાં નવા નીર આવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી સાથે જ અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી.

    આ પણ વાંચો- રાજ્યમાં ચોમાસાના શ્રીગણેશ

    બનાસકાંઠાના કાંકરેજના રાણકપુર, ભલગામ, ઉણ, થરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન શિહોરી બજાર અને થરા બજારમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. ધંધા-રોજગાર કરતા દુકાનદારો રેગડી ધારકોને ભારે વરસાદના પગલે નુકસાન થયું છે. ત્યાં જ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના બોર્ડર વિસ્તારો ગામડામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતા જિલ્લામાં કાંકરેજ, ભાભર, દિયોદર સહિત ધાનેરા તાલુકામાં જનજીવન ઠપ થયું છે.

    આ પણ વાંચો- રાહુલ ગાંધીની ઇડી તપાસના મામલે ગુજરાત કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    હાલમાં મહેસાણા જિલ્લાના જુદા-જુદા વિસ્તારમાં વરસાદી માહોલ
    જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલથી ગરમીમાં રાહત મળી છે તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat monsoon, Gujarat monsoon 2022, Patan City, Patan news

    આગામી સમાચાર