પાટણઃ સ્મૃતિ ઇરાનીની સભા બાદ મહિલાઓેને પૈસા અપાયાનો વીડિયો વાયરલ

સભા બાદ મહિલાને નાણાં આપતી મહિલા

પાટણ ખાતે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીની જાહેર સભા હતી. જેમાં સ્મૃતિ ઇરાનીની સભાબાદ મહિલાઓને નાણાં આપ્યા હતા.

 • Share this:
  યશવંત પટેલ, પાટણઃ લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે ત્યારે દરેક પક્ષોના સ્ટાર પ્રચારકો મેદાનમાં આવી ગયા છે. ચૂંટણી સમયે બધા પક્ષો એક બીજા ઉપર આક્ષેપ બાજી કરી રહ્યા છે. મતદારોને લલચાવવા માટે અને વિવિધ લાલચો પણ આપતા હોવાના કિસ્સાઓ ચૂંટણી સમયે પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આજે બુધવારે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીની જાહેર સભામં નાણાં વહેંચણીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

  મળતી માહિતી પ્રમાણે પાટણ ખાતે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીની જાહેર સભા હતી. જેમાં સ્મૃતિ ઇરાનીની સભાબાદ મહિલાઓને નાણાં આપ્યા હતા. મહિલા દીઠ રૂ. 100 આપ્યાની ઘટાનો વીડિયો પણ વાયરલ થયો છે. જોકે, પાટણ લોકસભા બેઠક ઉપર બીજી વાર નાણાં આપતો વીડિયો વાયરલ થયો છે.

  ઉલ્લેખનીય છે કે, પાટણ ખાતે યોજાયેલા ભાજપનાં મહિલા તેમજ યુવા સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાજરી આપી હતી. સ્મૃતિએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, અમેઠીમાં રાહુલ ગાંધીએ 15 વર્ષથી કોઈ કામ નથી કર્યાં.

  આ પણ વાંચોઃ-કુદરતની 'આંધી' બાદ બુધવારે રાજ્યમાં નેતાઓના ચૂંટણી પ્રચાર દરમિયાન શાબ્દિક 'આંધી'

  ગુજરાતમાં કોંગ્રેસના અનેક નેતાઓ આવીને રાહુલ ગાંધીના ગુણગાન ગાય છે. આ એવો વ્યક્તિ છે જે પાંચ વર્ષમાં એક વખતે પોતાના મતક્ષેત્રમાં દર્શન આપે છે. મેં મારા ટ્વિટર પર એક ભાઈનો સંદેશ મૂક્યો હતો. તેમનું કહેવું હતું કે મેં 40 વર્ષ સુધી વડનગરની સેવા કરી છે, પરંતુ અમેઠીમાં આવ્યો ત્યારે મને ફક્ત ખાડા જ દેખાયા હતા. મારે અમેઠીમાં ગુજરાત જેવો વિકાસ જોવો છે."
  Published by:ankit patel
  First published: