Home /News /north-gujarat /

પટણાને બદલે પાટણઃ NEETના વિદ્યાર્થીઓને આવવું પડ્યું 1600 કિમી દૂર

પટણાને બદલે પાટણઃ NEETના વિદ્યાર્થીઓને આવવું પડ્યું 1600 કિમી દૂર

પટણાનાં વિદ્યાર્થીઓ પાટણમાં

નીટની પરીક્ષામાં ઓનલાઇન ફોર્મ ભરતી વખતે પટણાની જગ્યાએ પાટણની પસંદગી કરતા આટલી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

    યશવંત પટેલ, પાટણ: બિહારનાં પટણાનાં અનેક વિદ્યાર્થીઓને એક ભૂલને કારણે બિહારનાં પટણાથી ગુજરાતનાં પાટણ સુધી 1600 કિમી દૂર આવીને નીટની પરીક્ષા આપવાની ફરજ પડી છે. નીટની પરીક્ષામાં ઓનલાઇન ફોર્મ ભરતી વખતે પટણાની જગ્યાએ પાટણની પસંદગી કરતા આટલી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ અત્યારે 10થી વધુ વિદ્યાર્થીઓ પાટણ આવીને રોકાયા છે. હજી વધુ વિદ્યાર્થીઓ આવે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે આ પહેલા પણ નીટની પરીક્ષા સમયે પટણાના વિદ્યાર્થીઓની ભૂલને કારણે પરીક્ષા આપવા માટે પાટણ આવવું પડ્યું હતું.

    આ પણ વાંચો: ચોથીવાર સંતાનમાં દીકરી જ આવશે તેવી શંકાથી પતિએ ગર્ભવતી પત્નીને માર્યો માર

    આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમણે સાઈબર કાફેમાંથી નીટની પરીક્ષાનું ફોર્મ ભરાવ્યું હતું. તે સમયે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પરીક્ષા સેન્ટરની પસંદગીના ઓપરેશનમાં બિહારના પટણાના બદલે ભૂલથી પાટણ સિલેક્ટ કરી દેતા રાજ્યમાં આગામી 5 મે ના રોજ યોજાનાર નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓનાં નંબર પાટણ આર્ટસ કોલેજ ખાતે આવતા પટનાથી 1630 કિ.મી. દૂર પરીક્ષા આપવા માટે આવવું પડયું છે.

    ફોર્મ ભરવામાં કોમ્પ્યુટરવાળાએ ભૂલથી પટનાને બદલે પાટણ સિલેક્ટ કરી દીધું હતું. મારે પરીક્ષાની રિસીપ્ટ આવી ત્યારે મને જાણ થઈ કે આ પટના નહીં પણ 1630 કિમી દૂર પરીક્ષા સેન્ટર આવ્યું છે. અમે હેલ્પલાઈન પર પણ ઘણાં જ ફોન કર્યા. પરંતુ કોઈ જવાબ ના મળતા અંતે ભવિષ્યનો સવાલ હોઈ અમે આટલી દૂર પરીક્ષા આપવા આવવું પડ્યું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Neet, Patana, ગુજરાત, પાટણ, બિહાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन