Home /News /north-gujarat /પાટણ: અસામાજિક તત્વો બેફામ, સાયન્સ મ્યુઝિયમમાં યુવક ખુલ્લી છરી સાથે દેખાયો

પાટણ: અસામાજિક તત્વો બેફામ, સાયન્સ મ્યુઝિયમમાં યુવક ખુલ્લી છરી સાથે દેખાયો

સાયન્સ મ્યુઝિયમનો વીડિયો વાયરલ થયો

Patan Science Museum: પાટણના ચોરમારપુરા ખાતે આવેલા પ્રસિદ્ધ ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝિયમમાં શખ્સ છરી સાથે ફરતો જોવા મળ્યો. સિક્યોરિટી ગાર્ડ અને અન્ય વ્યક્તિઓએ તેને અટકાવીને માર માર્યો.

    પાટણ: પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે. અહીં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાયરલ થયેલા વીડિયો પ્રમાણે સાયન્સ મ્યુઝિયમમાં એક શખ્સ ખુલ્લી છરી સાથે ફરતો નજરે પડી રહ્યો છે. જે બાદમાં સિક્યોરિટી ગાર્ડે તેને રોક્યો હતો અને તેના પર લાકડીઓ વરસાવી હતી. મારપીટનો આ વીડિયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામ ખાતે સાયન્સ મ્યુઝિયમ આવેલું છે. અહીં એક શખ્સો હાથમાં છરી સાથે રોડ પર ફરતો નજરે પડ્યો હતો. જે બાદમાં યુવકને અટકાવીને સિક્યોરિટી ગાર્ડ તેમજ અન્ય એક ઇસમે લાકડીના ફટકા માર્યાં હતા.

    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    અંબાજી જતા પદયાત્રીને જીપે અડફેટે લીધા, બે લોકોનાં મોત


    બનાસકાંઠા: સતત બીજા દિવસે અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. શુક્રવારે માલપુર ખાતે થયેલા અકસ્માતમાં છ પદયાત્રીએ જીવ ગુમાવ્યો હતો. આજે બનાસકાંઠા જિલ્લામાં થયેલા અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે લાખણી-ડીસા હાઈવે પર અકસ્માતમાં બે પદયાત્રીનાં મોત થયા છે. અહીં એક જીપે પદયાત્રિકોને અડફેટે લીધા હતા, જેમાં એક પદયાત્રીનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)


    વૈશાલી બલસારા હત્યા કેસમાં મોટો ખુલાસો


    થોડા દિવસ પહેલા વલસાડમાં થયેલી હત્યા મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. થોડા દિવસ પહેલા વલસાડની સિંગર વૈશાલી બલસારાની હત્યા થઈ હતી. આ મામલે વૈશાલીની મિત્ર બબીતા જ મુખ્ય ષડયંત્રકારી હોવાનો દાવો વલસાડ પોલીસે કર્યો છે. એવી માહિતી મળી છે કે વૈશાલીની હત્યા માટે તેની મિત્ર બબીતાએ જ પ્રોફેશનલ કિલરને સોપારી આપી હતી. આ માટે આઠ લાખ રૂપિયા નકકી કરવામાં આવ્યા હતા. વૈશાલીએ તેની મિત્ર બબીતાને ઉછીના પૈસા આપ્યા હતા. બબીતા આ પૈસા પરત આપવાની આનાકાની કરી રહી હતી. આખરે પૈસા પરત ન આપવા પડે તે માટે બબીતાએ જ વૈશાલીનો ખેલ ખતમ કરી નાખ્યો હતો. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    " isDesktop="true" id="1246097" >

    વ્યાખોરોના ત્રાસથી યુવકનો આપઘાત


    ખેડા જિલ્લામાંથી આપઘાતનો એક બનાવ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા વ્યક્તિએ પોતાની વેદના ઠાલવતો એક વીડિયો બનાવ્યો હતો. ખાનગી કંપનીમાં કામ કરતા યુવકે સોશિયલ મીડિયા મારફતે પોતાની વેદના ઠાલવી હતી. બાદમાં આપઘાત કરી લીધો હતો. યુવકે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ગુનો, પાટણ, પોલીસ

    विज्ञापन
    विज्ञापन