ફેસબુક ઉપર બનેલા પ્રેમીને મળવા મહારાષ્ટ્રની યુવતીની ગુજરાત આવી અને પછી..

સમય લો : ઇન્ટરનેટમાં માધ્યમથી શોધેલા સંબંધમાં "ચટ મંગની પટ શાદી" કરવા જશો તો મુશ્કેલીમાં મુકાશો. શ્રેષ્ઠ તે જ રહેશે કે તમારા સંબંધને થોડા સમય આપો. અને બધુ યોગ્ય લાગે તો જ લગ્ન જેવા મોટા નિર્ણય માટે હા પાડો.

પાટણના કાંસા ગામના એક યુવકને ફેસબુકના માધ્યમથી મહારાષ્ટ્રની યુવતી સાથે ફ્રેન્ડશિપ થઇ જતાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ પાટણના કાંસા ગામના એક યુવકને ફેસબુકના માધ્યમથી મહારાષ્ટ્રની યુવતી સાથે ફ્રેન્ડશિપ થઇ જતાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જેમાં થોડા સમય અગાઉ મહારાષ્ટ્રની યુવતી તેના પ્રેમીને મળવા ગુજરાત આવતા મહારાષ્ટ્ર પોલીસ મથક ખાતે યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં તપાસ દરમિયાન બંને યુગલ અમદાવાદથી ઝડપાતા આ સમગ્ર મામલનો રેલો દિયોદર સુધી પહોંચ્યોહ તો. અંતે મહારાષ્ટ્ર પોલીસે બંનેને અમદાવાદથી દબોચી લીધા હતા.

  મળતી માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના એક ગામમાં રહેતા સુરેશ (નામ બદલ્યું છે) જેને થોડા સમય અગાઉ મહારાષ્ટ્રની એક યુવતી સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા થઇ હતી. જેમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જેમાં મહારાષ્ટ્રની યુવતી તેના પ્રેમીને મળવા માટે ગુજરાત આવી હતી. જે મામલે યુવતીના પિતાએ મહારાષ્ટ્ર પોલીસે બંને યુવક અને યુવતીને અમદાવાદથી ઝડપી પાડ્યા હતા.

  મહારાષ્ટ્ર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હોવાથી રવિવારે મહારાષ્ટ્ર પોલીસ બંને યુવક અને યુવતીને લઇ દિયોદર આવી હતી. જેમાં અગાઉ બંને જણ દિયોદર ખાતે જે જગ્યા ઉપર રોકાયા હતા તે જગ્યા ઉપર જઇ તપાસ કરી જવાબો લીધા હતા.

  ત્યાર સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક અને યુવતી વચ્ચે ફ્રેન્ડશીપ બાદ પ્રેમ પાંગર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. હવે બંને યુવક યુવતીને લઇ મહારાષ્ટ્ર પોલીસ રવાના થઇ હતી. તો બીજી તરફ સમગ્ર બનાવને લઇને કાંસા અને દિયોદર મથકમાં તરેહ તરેહની ચર્ચા જાગી છે.
  Published by:ankit patel
  First published: